વિદેશોમાં હિન્દુઓ પર થતાં હુમલામાં 1000 ટકાનો વધારો! શું હિન્દુઓ વિરૂદ્ધ નફરતનું વાતાવરણ ફેલાઈ

વિદેશોમાં હિન્દુઓ પર થતાં હુમલામાં 1000 ટકાનો વધારો! શું હિન્દુઓ વિરૂદ્ધ નફરતનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે? અમેરિકી સંગઠનનું તારણ શું કહે છે?

09/24/2022 World

SidhiKhabar

SidhiKhabar

વિદેશોમાં હિન્દુઓ પર થતાં હુમલામાં 1000 ટકાનો વધારો! શું હિન્દુઓ વિરૂદ્ધ નફરતનું વાતાવરણ ફેલાઈ

વર્લ્ડ ડેસ્ક : સમગ્ર વિશ્વમાં હિન્દુઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. નફરતના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. અમેરિકન સંસ્થા નેટવર્ક કન્ટેજીયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સંશોધનમાં સામે આવ્યું છે કે હિંદુઓ વિરુદ્ધ નફરત અને હિંસાના કેસોમાં 1000 ટકાનો વધારો થયો છે. એક અમેરિકન સંસ્થા નેટવર્ક કન્ટેજિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહ-સ્થાપક જોએલ ફિન્કેલસ્ટીને કહ્યું કે હિંદુ વિરોધી મેમ્સ, નફરત અને હિંસક એજન્ડા બનાવવામાં આવી રહ્યા છે. શ્વેત અને કટ્ટરપંથી ઇસ્લામિક તત્વો વિશ્વભરમાં હુમલા અને નફરતનું વાતાવરણ ઊભું કરવામાં મોખરે છે.


છેલ્લા 5 વર્ષમાં ઘટનાઓમાં વધારો:

છેલ્લા 5 વર્ષમાં ઘટનાઓમાં વધારો:

છેલ્લા 5 વર્ષમાં હિંદુઓ પર હુમલાની ઘટનાઓ વધી છે. ફિન્કેલસ્ટીનના મતે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશોમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા વધી છે. હિન્દુફોબિયાને એક ષડયંત્ર તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમેરિકામાં તપાસ એજન્સી એફબીઆઈના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વર્ષ 2020માં ભારતીય-અમેરિકનો પર હુમલામાં 500 ટકાનો વધારો થયો છે. તેમાંથી મોટાભાગના હિંદુઓ છે. બીજી તરફ, ઉત્તર અમેરિકામાં હિન્દુઓની સંસ્થા COHNA ના નિંકુજ ત્રિવેદી કહે છે કે હિન્દુઓ જે પણ દેશમાં જાય છે અને રહે છે, તેઓ તેના વિકાસમાં ફાળો આપે છે.


કેનેડામાં મંદિર તોડફોડની ઘટના-

કેનેડામાં મંદિર તોડફોડની ઘટના-

નવેમ્બર 2021 માં બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં તોડફોડ

જગન્નાથ મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી

15 જાન્યુઆરી 2022ના રોજ હનુમાન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી

25 જાન્યુઆરીએ દેવી દુર્ગા મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું

ગૌરી શંકર મંદિર અને જગન્નાથ મંદિરને નુકસાન થયું હતું

30 જાન્યુઆરીએ મિસીસૌગામાં હિન્દુ હેરિટેજ સેન્ટરમાં ડોનેશન બોક્સ-હેડ ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી

2021માં પંજાબના રહેવાસી પ્રભજોતની હત્યા કરવામાં આવી હતી

14 જુલાઈ 2022ના રોજ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી

15 સપ્ટેમ્બર 2022ના રોજ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી


પાકિસ્તાની જેહાદી ગેંગ બ્રિટિશ મંદિરો પર હુમલો કરે છે:

પાકિસ્તાની જેહાદી ગેંગ બ્રિટિશ મંદિરો પર હુમલો કરે છે:

તાજેતરમાં બ્રિટનમાં લિસ્ટર અને બર્મિંગહામના સ્મેડેકમાં મંદિરો પર થયેલા હુમલામાં પાકિસ્તાની જેહાદી ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે યુરોપમાં જેહાદ ફેલાવવામાં પાકિસ્તાનનું જેહાદી આતંકવાદી નેટવર્ક બ્રિટન સાથે જોડાયેલું છે. પાકિસ્તાનથી લાવવામાં આવેલા આતંકવાદીઓને બ્રિટનમાં મદરેસા દ્વારા સંચાલિત સુરક્ષિત આશ્રય ગૃહોમાં રાખવામાં આવે છે.

30 વર્ષનું નેટવર્ક:

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે 30 વર્ષ પહેલા બ્રિટનમાં જેહાદી નેટવર્ક બનાવ્યું હતું. 2005માં લંડનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અલ કાયદાનું નેટવર્ક સામેલ હતું. આ હુમલામાં 56 લોકો માર્યા ગયા હતા.


બ્રિટિશ જેલમાં 18 ટકા કેદીઓ મુસ્લિમ છે:

બ્રિટનની સંસદમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ બ્રિટનની લગભગ 7 કરોડની વસ્તીમાંથી 4 ટકા મુસ્લિમ છે. પરંતુ મુસ્લિમોમાં ગુનાખોરીનું પ્રમાણ સૌથી વધુ છે. બ્રિટિશ જેલમાં 18 ટકા કેદીઓ મુસ્લિમ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સની કુલ વસ્તીના 2 ટકા હિંદુઓ છે. પરંતુ એક પણ હિંદુને જઘન્ય અપરાધ માટે જેલમાં મોકલવામાં આવ્યો નથી. નવી વસ્તી ગણતરીના અહેવાલ મુજબ બ્રિટનમાં 14 લાખથી વધુ હિન્દુઓ રહે છે. જ્યારે અહીં લગભગ 11 લાખ પાકિસ્તાની છે. બ્રિટનમાં રહેતી કુલ મુસ્લિમ વસ્તી લગભગ 28 લાખ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top