બાંગ્લાદેશમાં ફરી હિંદુઓ પર હુમલો: 'જમાત-એ-ઇસ્લામી'ના કટ્ટરપંથીઓએ 20 ઘરો સળગાવી મૂક્યા

બાંગ્લાદેશમાં ફરી હિંદુઓ પર હુમલો: 'જમાત-એ-ઇસ્લામી'ના કટ્ટરપંથીઓએ 20 ઘરો સળગાવી મૂક્યા

10/18/2021 World

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશમાં ફરી હિંદુઓ પર હુમલો: 'જમાત-એ-ઇસ્લામી'ના કટ્ટરપંથીઓએ 20 ઘરો સળગાવી મૂક્યા

ઢાકા: બાંગ્લાદેશમાં સતત હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને હિંદુઓના ગામો અને મંદિરો ઉપર હુમલાઓ થઇ રહ્યા છે. 13 ઓક્ટોબરના રોજથી શરૂ થયેલી હિંસા હજુ સુધી ખતમ નથી થઇ અને સતત હિંદુઓ ઉપર હુમલાના સમાચારો સામે આવતા રહ્યા છે.

રવિવારે બાંગ્લાદેશના રંગપુરના પીરગંજમાં હિંદુઓના ઘરો સળગાવવાનો મામલો સામે આવ્યો હતો. ઇસ્લામી કટ્ટરપંથીઓએ હિંદુઓના 20 ઘરો સળગાવી મુક્યા હતા. જોકે, સ્થાનીય સંઘ પરિષદના અધ્યક્ષે કહ્યું હતું કે ઉપદ્રવીઓએ કુલ 65 જેટલા ઘરો સળગાવી દીધા હતા!


વિડીયો પણ સામે આવ્યા

સોશિયલ મીડિયા ઉપર કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જે અંગે કહેવામાં આઇવ રહ્યું છે કે તે પીરગંજના છે. આ વિડીયોમાં ગામમાં ઘરોને સળગાવતા અને પોલીસકર્મીઓ સાથે મારામારી કરતા લોકોનું ટોળું જોઈ શકાય છે. આગચંપી બાદ તરત પોલીસ અને ઉપદ્રવીઓ વચ્ચે ઝપાઝપી અને ભાગદોડ થઇ હતી, જે પણ જોઈ શકાય છે. ઉપદ્રવીઓ જમાત-એ-ઇસ્લામી અને ઇસ્લામી છાત્ર શિબિરના કાર્યકરો હોવાનું કહેવાય છે.

પોલીસનું કહેવું છે કે આ કેસ પણ સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલો છે. એક શખ્સે સોશિયલ મીડિયા ઉપર આપત્તિજનક વિડીયો પોસ્ટ કર્યો ત્યારબાદ તણાવ વધ્યો હતો. પોલીસે આ શખ્સ અને તેના પરિવારને તો સુરક્ષા પૂરી પાડી હતી પરંતુ ઉપદ્રવીઓએ તેના વિસ્તારમાં જઈને આગચંપી કરી દીધી હતી અને ઘરો સળગાવી મુક્યા હતા.


10 હત્યા, 160 મંદિરો પર હુમલા, 23 મહિલાઓ પર બળાત્કાર

રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી આ હિંસામાં અત્યાર સુધીમાં 10 લોકો માર્યા ગાય છે. તો 17 લોકો લાપતા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત 160 જેટલા હિંદુ મંદિરો અને દુર્ગા પૂજા પંડાલો ઉપર હુમલાઓ થયા હતા અને માતાજી અને અન્ય દેવતાઓની મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વર્લ્ડ હિંદુ ફેડરેશનના બાંગ્લાદેશ ચેપ્ટરે આ જાણકારી આપી છે. જે અનુસાર અત્યાર સુધીમાં 23 હિંદુ મહિલાઓ અને યુવતીઓ સાથે બળાત્કારની ઘટનાઓ સામે આવી છે.

આ હિંસા 13 ઓક્ટોબરથી શરૂ થઇ હતી જ્યારે કેટલાક અસામાજિક તત્વોએ કુરાનની પ્રત દુર્ગા પૂજા પંડાલમાં મૂકીને તેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કરી દીધી અને કુરાનનું અપમાન થયું હોવાની અફવા ફેલાવીને તોફાનો કર્યા હતા. ત્યારથી હિંદુઓના મંદિરો અને દુર્ગા પૂજા પંડાલો અને ત્યારબાદ તેમના ઘરો પર પણ હુમલાઓ થઇ રહ્યા છે.


હિંદુઓ પરના હુમલાઓ પૂર્વ નિયોજિત : બાંગ્લાદેશી ગૃહમંત્રી

 

બાંગ્લાદેશના હિંદુઓ પર થઇ રહેલા હુમલાઓને લઈને ત્યાંના ગૃહમંત્રીએ કહ્યું છે કે આ હુમલાઓ પૂર્વ નિયોજિત હતા. તેમણે કહ્યું કે આ ષડ્યંત્ર પહેલેથી રચવામાં આવ્યું હતું જેથી દેશની સાંપ્રદાયિક શાંતિનો ભંગ કરી શકાય. તેમણે કહ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી ચાલતી હિંસા સંદર્ભે પોલીસે 4000 આરોપીઓને પકડી લીધા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top