ઝી એન્ટરટેઇનમેન્ટ સોની પિક્ચર્સ સાથે થશે મર્જ : ડિજિટલ અને ટીવી બિઝનેસનો થશે સમાવેશ

ઝી એન્ટરટેઇનમેન્ટ સોની પિક્ચર્સ સાથે થશે મર્જ : ડિજિટલ અને ટીવી બિઝનેસનો થશે સમાવેશ

09/22/2021 Business

SidhiKhabar

SidhiKhabar

ઝી એન્ટરટેઇનમેન્ટ સોની પિક્ચર્સ સાથે થશે મર્જ : ડિજિટલ અને ટીવી બિઝનેસનો થશે સમાવેશ

Zee Entertainment Enterprises (ZEEL) 21 સપ્ટેમ્બર 2021, બુધવારે ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીને લગતી ખુબ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ZEELનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની  યોજાયેલી બોર્ડ મીટીંગમાં હાજર રહેલા સભ્યોએ મતદાન કરીને, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI) અને ZEEL વચ્ચેના મર્જરને સર્વસંમતિથી સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મર્જ થયેલી કંપનીમાં સોની રૂ. 11,605.94 કરોડનું રોકાણ કરશે. મર્જર બાદ ઝી એન્ટરટેઇનમેન્ટ 47.07 ટકા હિસ્સો ધરાવશે અને સોની પિક્ચર્સ 52.93 ટકા હિસ્સો ધરાવશે.


બે કંપનીઓના TV Business, Digital Assets, Production Operations અને Program Libraryઓને પણ મર્જ કરવામાં આવશે. તે જ સમયે, ZEEL અને SPNI વચ્ચે એક વિશિષ્ટ બિન-બંધનકર્તા ટર્મ શીટ (Exclusive Non-Binding Term Sheet) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં 47.07% ભાગ ZEEL શેરધારકો પાસે રહેશે અને બાકીના 52.93% ભાગ મર્જ કરેલા એકમ (Unit) SPNI શેરહોલ્ડરો પાસે રહેશે. સોદાની due diligence આગામી 90 દિવસમાં પૂર્ણ થશે. હાલના પ્રમોટર પરિવાર ઝી પાસે તેની હિસ્સેદારી 4 ટકાથી વધારીને 20 ટકા કરવાનો વિકલ્પ હશે. મર્જ કરેલી કંપનીમાં 52.93% ભાગ SPNIનો હોવાથી સોની ગ્રુપને બોર્ડમાં મોટાભાગના ડિરેક્ટરોને નોમિનેટ કરવાનો અધિકાર હશે. જયારે પુનીત ગોયન્કા મર્જ થયેલી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEOનાં હોદ્દા પર રહેશે.


બોર્ડે કહ્યું કે આ મર્જથી શેરહોલ્ડર અને હિસ્સેદારોના હિતોને કોઈ નુકશાન થશે નહીં. સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ મર્જ પછી 1.575 અરબ ડોલરનું રોકાણ કરશે. મર્જર પછી, શેરહોલ્ડરની બહુમતી સોની એન્ટરટેઇનમેન્ટ પાસે હશે.

હાલની પરિસ્થિતિમાં, ZEEL ના શેરહોલ્ડરોની શેરહોલ્ડિંગ 61.25% રહેશે જયારે 1.575 અબજ ડોલરના રોકાણ બાદ હિસ્સામાં ફેરફાર થશે. આ રોકાણ પછી, ZEEL ના રોકાણકારોનો હિસ્સો 47.07%ની આસપાસ રહેશે. જયારે સોની પિક્ચર્સના શેરધારકો 52.93% હોવાનો અંદાજ છે

ZEEL કંપનીના બોર્ડે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI) સાથે તેના મર્જરને મંજૂરી આપ્યા બાદ ઝી એન્ટરટેઇનમેન્ટના શેર BSE પર-317 ની નવી 52-સપ્તાહની ઉંચી સપાટીએ 24 ટકા જેટલો ઉછળ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top