NASAએ સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો..' વિજ્ઞાનીઓએ 'સુપર અર્થ' ગણાવ્યો! જુઓ તસ્

NASAએ સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો..' વિજ્ઞાનીઓએ 'સુપર અર્થ' ગણાવ્યો! જુઓ તસ્વીર

05/09/2024 World

SidhiKhabar

SidhiKhabar

NASAએ સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો..' વિજ્ઞાનીઓએ 'સુપર અર્થ' ગણાવ્યો! જુઓ તસ્

NASA New Planet : અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ  સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. આ નવા ગ્રહનો આકાર ધરતીથી બે ઘણો મોટો છે. નાસાએ નવા ગ્રહની તસવીર પણ શેર કરી છે. વિજ્ઞાનીઓએ નવા ગ્રહનું નામ ‘55 ક્રૈનક્રી ઈ (55 Cancri e)’ આપ્યું છે. નવો ગ્રહ ધરતી જેવો દેખાતો હોવાથી તેને સુપર અર્થ (Super Earth) પણ કહેવાય છે.


સુપર અર્થનું વાતાવરણ કેવું છે?

સુપર અર્થનું વાતાવરણ કેવું છે?

પૃથ્વીના વાતાવારણમાં નાઈટ્રોજન, ઑક્સીજન અને ઓર્ગન (Nitrogen, Oxygen And Organ) જેવા ગેસ છે, તો સુપર અર્થના વાતાવરણમાં કાર્બન ડાઈ ઑક્સાઈડ અને કાર્બન મોનોઑક્સાઈડ (Carbon Dioxide And Carbon Monoxide) છે. જનરલ નેચરમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, નવા ગ્રહમાં વાતાવરણ હોવું એક મોટી વાત છે. નવો ગ્રહ પૃથ્વીથી મોટો અને નેપચ્યૂન (Naptune)થી નાનો હોવાથી, તેનું નામ સુપર અર્થ રખાયું છે. સુપર અર્થનું બોઈલિંગ ટેમ્પ્રેસર 2300 ડિગ્રી સેલ્સિયસ છે.



સુપર અર્થ શોધવાનો ફાયદો

સુપર અર્થ શોધવાનો ફાયદો

વિજ્ઞાનીઓએ કહ્યું કે, સુપર અર્થ ગ્રહને શોધાયા બાદ સૌરમંડળમાં ગાઢ વાતાવરણ અને ખડકાળ સપાટી ધરાવતા ગ્રહો પણ હોવાની સંભાવના છે. નવો ગ્રહ ધરતી 41 લાઈટ ઈયર દૂર છે અને તે આઠ ઘણો ભારે છે. ઉલ્લેખનીય છે કે, એક લાઈટ ઈયરમાં 9.7 ટ્રિલિયન કિલોમીટર હોય છે.વિજ્ઞાનીઓના મતે સુપર અર્થની શોધ બાદ ઘણા તથ્યો જાણી શકાશે. જેમ કે પૃથ્વી અને મંગલ ગ્રહની ઉત્પત્તી કેવી રીતે થઈ? તેનો જવાબ સુપર અર્થ પરથી મળી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top