હવે આ બેંકો પાસે 20,000 રૂપિયાથી વધુ નહીં મળે કેશ લોન, RBIએ આપ્યા સખત નિર્દેશ

હવે આ બેંકો પાસે 20,000 રૂપિયાથી વધુ નહીં મળે કેશ લોન, RBIએ આપ્યા સખત નિર્દેશ

05/09/2024 Business

SidhiKhabar

SidhiKhabar

હવે આ બેંકો પાસે 20,000 રૂપિયાથી વધુ નહીં મળે કેશ લોન, RBIએ આપ્યા સખત નિર્દેશ

RBIએ નોન બેન્કિંગ કંપનીઓ NBFC માટે સખત નિર્દેશ જાહેર કર્યા છે. તે મુજબ કોઈ પણ NBFC કસ્ટમર્સને 20,000 રૂપિયાથી વધુના કેસ લોન નહીં આપી શકે. આયકર અધિનિયમ 1961ની કલમ 269SS હેઠળ કોઈ પણ વ્યક્તિને 20,000 રૂપિયાથી વધુની કેસ અમાઉન્ટ લોન તરીકે મેળવવાની મંજૂરી નથી. રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, RBI હવે આ નિયમને સખત કરવા માગે છે, જેથી NBFC કંપનીઓને જોખમનો સામનો ન કરવો પડે અને નિયમોને નજરઅંદાજ ન કરી  શકાય. RBIએ આ નિર્દેશ એવા સમયે જાહેર કર્યા છે જ્યારે NBFC કંપની, IIFL ફાઇનાન્સ પર ઘણા નિયમોને તોડવાનો આરોપ લાગ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક કંપનીઓએ કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી સીમાથી વધુ લોન કેસમાં આપી અને વસૂલી હતી.


20,000થી વધુ લોન અમાઉન્ટ કેશ ન આપવા જોઈએ:

20,000થી વધુ લોન અમાઉન્ટ કેશ ન આપવા જોઈએ:

NBFCને RBIએ પત્ર લખીને તેની જાણકારી આપી છે અને કહ્યું છે કે નિયમ મુજબ કોઈ પણ કસ્ટમરને 20,000 રૂપિયા કરતાં વધુની લોન નહીં વહેચી શકો. એવામાં કોઈ પણ NBFCને 20,000 રૂપિયા કરતાં વધુની લોન અમાઉન્ટ રોકડમાં ન આપવી જોઈએ. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન RBI ઘણી NBFC કંપનીઓ પર કાર્યવાહી કરી ચૂકી છે. આ કંપનીઓએ RBIના નિયમોને નજરઅંદાજ કર્યા હતા. તેમાં કેશ લોન વધુ આપવાના નિયમનું પણ ઉલ્લંઘન હતું. એવામાં RBIએ નિયમોને યાદ અપાવતા NBFCsને એવા નિર્દેશ આપ્યા છે જેથી બેદરકારી અને નિયમોની નજરઅંદાજી પર રોક લગાવી શકાય.


IIFL ફાઇનાન્સ પર કેમ થઈ હતી કાર્યવાહી?

IIFL ફાઇનાન્સ પર કેમ થઈ હતી કાર્યવાહી?

RBI દ્વારા IIFL ફાઇનાન્સને લોન મેનેજમેન્ટમાં મોટી ખામીઓના કારણે નવા કસ્ટમર્સ માટે પોતાની ગોલ્ડ લોન સંચાલનને તાત્કાલીક રોકવાના નિર્દેશ આપ્યા હતા. IIFL ફાઇનાન્સની ગોલ્ડ લોન પરિચાલન તેના બિઝનેસમાં મોટું કંટ્રીબ્યુશન કરે છે જે તેના બિઝનેસના એક તૃતીયાંશ હિસ્સો છે. આ ફાઇનાન્સ કંપનીએ સોનાની શુદ્ધતા અને વજન પર અપર્યાપ્ત તપાસ, કેશ લોન વધુ આપવી, માનક હરાજી પ્રક્રિયાઓથી વિચલન અને કસ્ટમર્સ અકાઉન્ટમાં પરદર્શિતાની કમી જેવા નિયમોને નજરઅંદાજ કર્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top