સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 5 વર્ષ પૂરા, અત્યાર સુધી કેટલા પર્યટક આવ્યા?

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 5 વર્ષ પૂરા, અત્યાર સુધી કેટલા પર્યટક આવ્યા?

10/31/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 5 વર્ષ પૂરા, અત્યાર સુધી કેટલા પર્યટક આવ્યા?

વડાપ્રધાન બનવા અગાઉ નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં તેનો શિલાન્યાસ કર્યો હતો અને વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2018માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રૂપમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરી હતી. લગભગ 2989 કરોડમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનીને તૈયાર થઈ, જ્યાં અત્યાર સુધી 1.53 કરોડ પર્યટક આવી ચૂક્યા છે. આ પ્રતિમા બન્યા બાદ સ્થાનિક લોકોને રોજગારના અવસર પ્રાપ્ત થયા, સાથે જ ગુજરાત અને દેશના પર્યટકોને એક નવું પર્યટન સ્થળ પણ મળ્યું.


ક્યારે કેટલા પર્યટક આવ્યા?

ક્યારે કેટલા પર્યટક આવ્યા?

વર્ષ 2018માં 4.53 લાખ

વર્ષ 2019માં 27.45 લાખ

વર્ષ 2020માં 12.81 લાખ (કોરોનાકાળ)

વર્ષ 2021માં 34.29 લાખ

વર્ષ 2022માં 41.32 લાખ

વર્ષ 2023માં 31.92 લાખ


સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ 26 નવા પ્રોજેક્ટ:

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2018માં આ પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ 26 નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા અને કેવડિયા હવે એકતા નગર પણ બની ગયું છે.


અત્યારે કયા પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યા છે

અત્યારે કયા પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યા છે

વિશ્વ વન

બટરફ્લાઇ ગાર્ડન

એકતા ઓડિટોરિયમ

રિવર રાફ્ટિંગ

કોકટસ ગાર્ડન

આરોગ્ય વન

જંગલ સફારી

એકતા ક્રૂઝ બોટ

એકતા મોલ

ચિલ્ડ્રન પાર્ક

ઇ-બસ સર્વિસ

નર્મદા આરતી

SOU સાઉન્ડ એન્ડ લાઇટ શૉ


શું શરૂ થઈ રહ્યું છે?

ગોલ્ફ કાર્ટ્સ

પબ્લિક બાઇક શેરિંગ

પર્યટક કેન્દ્ર

કમલમ પાર્ક

વૉક વે

50 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ

સહકાર ભવન.


PMએ સરદાર વલ્લભભાઈ પટેલને આપી શ્રદ્ધાંજલિ

PMએ સરદાર વલ્લભભાઈ પટેલને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ આપી.સરદાર પટેલ જયંતી પર રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દેશની એકતાના શપથ લેવડાવ્યા. જેમાં ઉપસ્થિત લોકોએ દેશની એકતા, અખંડતા અને સુરક્ષામાં પોતાના યોગદાન આપવાનો સંકલ્પ લીધો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top