'...જો અફસોસ હતો તો', મતદાન બાદ રૂપાલાની માફી પર શું બોલ્યા ક્ષત્રિયો?

'...જો અફસોસ હતો તો', મતદાન બાદ રૂપાલાની માફી પર શું બોલ્યા ક્ષત્રિયો?

05/09/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'...જો અફસોસ હતો તો', મતદાન બાદ રૂપાલાની માફી પર શું બોલ્યા ક્ષત્રિયો?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ ચૂંટણી અગાઉ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર વિવાદાસ્પદ નિવેદન આપીને મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ક્ષત્રિયોએ રૂપાલા સામે મોરચો મંડી દીધો હતો અને કેટલીક જગ્યાએ તો ભાજપના કાર્યકર્તાઓના પ્રવેશ પર જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તો રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની પણ માગ કરવામાં આવી હતી, પરંતુ ભાજપે રૂપાલાને ન હટાવ્યા. ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને ન હટાવાય તો ભજપ વિરુદ્ધ મતદાન પણ કરવા કહ્યું હતું. વિવાદ વધતા રૂપાલાએ પોતાના નિવેદન પર માફી માગી હતી, તો ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ તેમણે ફરી એક વખત માફી માગી હતી.


તો એક પણ વાર માફી માગવાની જરૂરિયાત ન રહેતી

તો એક પણ વાર માફી માગવાની જરૂરિયાત ન રહેતી

આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે, 'હવે માફીનો શું અર્થ, જો અફસોસ હતો. તેમણે સ્વેચ્છાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દેવી જોઈતી હતી. હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, અમે આંદોલનને વિરામ આપી દીધો છે ત્યારે આવી માફીનો કોઇ અર્થ રહેતો નથી. અમે ભાજપ પાસે કોઈ માગણી કરી નહોતી, માત્ર રૂપાલાની ટિકીટ કાપવાની, એક જ માંગ હતી અને તે પૂરી કરી હોત તો એક પણ વાર માફી માગવાની જરૂરિયાત ન રહેતી અને ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જ રહેતો.


આખી ઘટનાનો કેન્દ્ર બિંદુ હું રહ્યો છું: પરષોત્તમ રૂપાલા

આખી ઘટનાનો કેન્દ્ર બિંદુ હું રહ્યો છું: પરષોત્તમ રૂપાલા

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધને લઈને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જે રીતે વિરોધ થયો તે માટે હું જ જવાબદાર છું. મારા કારણે પાર્ટીને ખૂબ નુકસાન થયું છે. મારા માટે આ કપરો સમય વીત્યો. સાથે જ રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહેતા ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી હતી. તેમણે કહ્યું કે, હું મારા નિવેદનને લઈને શરમસાર છું. મારે આવી ટિપ્પણી કરવાની જરૂરિૉાત નહોતી. આખી ઘટનાનો કેન્દ્ર બિંદુ હું રહ્યો છું. રૂપાલાએ મતદાન પૂરું થયા બાદ કહ્યું કે ક્ષત્રિય સમાજ પર કરેલી મારી ટિપ્પણી એક મોટી ભૂલ સાબિત થઇ અને તેને લઈને હું દિલથી માફી માગી રહ્યો છું. હું ફરી એકવાર ક્ષત્રિય સમાજના લોકોને દેશના વિકાસમાં ફાળો આપવા અને આગળ વધવા અપીલ કરું છું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top