મતદાનના એક દિવસ બાદ ભાજપના ઉમેદવારનું મોત, જાણો જીત્યા તો શું થશે?

મતદાનના એક દિવસ બાદ ભાજપના ઉમેદવારનું મોત, જાણો જીત્યા તો શું થશે?

04/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મતદાનના એક દિવસ બાદ ભાજપના ઉમેદવારનું મોત, જાણો જીત્યા તો શું થશે?

ઉત્તર પ્રદેશના ભાજપના ઉમેદવાર કુંવર સિંહનું નિધન થઈ ગયું છે. શુક્રવારે મતદાન બાદ તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થઈ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મુરાદાબાદ સીટ પર શુક્રવારે જ મતદાન થયું હતું અને 4 જૂને મતગણતરી થશે. સર્વેશ સિંહના નિધન પર મુરાદબાદમાં શોકની લહેર છે. સર્વેશ સિંહનો અંતિમ સંસ્કાર પૈતૃક ગામમાં કરવામાં આવશે.


સર્વેશ સિંહ જીતી ગયા તો શું થશે?

સર્વેશ સિંહ જીતી ગયા તો શું થશે?

મુરાદાબાદથી ભાજપના ઉમેદવાર સર્વેશ સિંહે કાલે પોતાનું મતદાન કર્યું હતું. સર્વેશ સિંહના નિધનથી કાઉન્ટિંગ અને ચૂંટણી પ્રક્રિયા પર કોઈ પ્રભાવ નહીં પડે. મતગણતરી પૂરી કરવામાં આવશે. જો સ્વર્ગીય સર્વેશ સિંહ જીતી ગયા તો આ સીટ ખાલી જાહેર કરીને ફરીથી ચૂંટણી કરાવવામાં આવશે. જો તેઓ હારી ગયા તો જીતેલા ઉમેદવારને સાંસદનું સર્ટિફિકેટ આપી દેવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવશે.


ચોથી વખત ભાજપે સર્વેશ સિંહને આપી હતી ટિકિટ:

ચોથી વખત ભાજપે સર્વેશ સિંહને આપી હતી ટિકિટ:

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કુંવર સર્વેશ સિંહ એકમાત્ર ઉમેદવાર હતા. તેમને ભાજપે સતત ચોથી વખત ટિકિટ આપી હતી. 2019ની ચૂંટણીમાં સર્વેશ સિંહને સપા ઉમેદવાર એસટી હસનને ચૂંટણીમાં હરાવ્યા હતા. આ અગાઉ વર્ષ 2014માં સર્વેશ સિંહે એસટી હસનને હરાવ્યા હતા. 2009માં સર્વેશ સિંહને ક્રિકેટર મોહમ્મદ અજરૂદ્દીન સામે હાર મળી હતી. મુરાદબાદથી સપાએ રુચિ વીરાને ટિકિટ આપી છે. જો કે, સપાએ પહેલા હાલના સાંસદ એસટી હસનને ટિકિટ અપી હતી, પરંતુ આજમ ખાનના વિરોધના કારણે તેમની ટિકિટ કાપી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top