સુરત મહાનગર પાલિકાને કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટ્સ ફળ્યા: માત્ર ૮ મહિનામાં એક કરોડ

સુરત મહાનગર પાલિકાને કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટ્સ ફળ્યા: માત્ર ૮ મહિનામાં એક કરોડ જેવડી બચત કરાવી આપી

03/07/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત મહાનગર પાલિકાને કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટ્સ ફળ્યા: માત્ર ૮ મહિનામાં એક કરોડ

સુરત: સુરત મહાનગર પાલિકા વધુ આવક મેળવવાના લક્ષ્ય ઉપર તો કામ કરે જ છે, પણ સાથે જ ખર્ચો બચાવવા માટે પણ નવા ઉપાયો વિચારતી રહે છે. આવા જ એક ઉપાય તરીકે કરાર આધારિત સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટ્સની નિમણુંક કરવામાં આવી હતી. પાલિકા કમિશ્નરનો આ નિર્ણય ખરેખર અત્યંત લાભદાયક સાબિત થયો છે.


માત્ર ત્રણ અભ્યોની ટીમે દેખાડ્યો કમાલ

નવા બિલ્ડીંગ્સની ડિઝાઈન અને હયાત સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી સાથે સંકળાયેલ કામગીરી બાબતે સુરત મહાનગર પાલિકાએ આર્કિટેક્ટ તેમજ સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટ્સને તોતિંગ ફી ચૂકવીને હાયર કરવા પડતા હતા. પરંતુ ગત વર્ષે જૂન માસમાં મનપા કમિશ્નર દ્વારા કરાર આધારિત હોય એવા માત્ર ત્રણ સભ્યોની ટીમ બનાવીને ડીઝાઈન સેલની રચના કરવામાં આવી હતી. આ ટીમને વિવિધ ઝોન્સ હેઠળના સામાન્ય બિલ્ડીંગ પ્રોજેક્ટ્સનું ઇન-હાઉસ આર્કિટેક્ચરલ પ્લાનિંગ અને સ્ટ્રકચરલ ડિઝાઈનિંગ કરવાનું તેમજ તેના ઝડપી અમલીકરણનું કામ સોંપાયું હતું.


આ ડિઝાઈન સેલ થકી માત્ર આઠ માસમાં 83 લાખ રૂપિયાની બચત થઇ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે આ અગાઉ વિવિધ ઝોન હેઠળના સામાન્ય બિલ્ડીંગ પ્રોજેક્ટ્સના આર્કિટેક્ચરલ પ્લાનિંગ, સ્ટ્રકચરલ ડિઝાઈનથી માંડીને હયાત બિલ્ડીંગ્સના સ્ટ્રકચરલ સેફ્ટી, સ્ટેબિલિટીની કામગીરી માટે પ્રોજેક્ટવાઈઝ કન્સલ્ટન્ટ્સની નિમણુંક કરાતી હતી. એ માટે પ્રોજેક્ટ કોસ્ટના 1% જેટલી ફી કન્સલ્ટન્ટને ચૂકવવાની થતી. જેને પરિણામે પાલિકાને માથે આર્થિક ભારણ વધતું હતું. આથી કમિશ્નર શાલિની અગ્રવાલે 23 જૂન, 2023ના રોજ સેન્ટ્રલ ડિઝાઈનીંગ સેલની રચના કરી હતી, જેમાં એક કન્સલ્ટન્ટ આર્કિટેક્ટ, બે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટની કરાર આધારિત નિમણુંક કરવામાં આવી હતી.

આ સેલના નેજા હેઠળ આંગણવાડી કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, ફાયર સ્ટેશન, લાઈબ્રેરી, કમ્યુનિટી હોલ વગેરેના પ્લાનિંગ, ડિઝાઈનીંગ, સ્ટ્રકચરલ ડિઝાઈન સહિતના અંદાજો બનાવવાની કામગીરી કરાઈ હતી. આ સેલ દ્વારા વીતેલા આઠ માસ દરમિયાન જે કામગીરી થઇ છે, એ બહારના કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવી હોટ, તો એની ફી પેટે મનપાએ 1.09 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હોટ. એના બદલે ડિઝાઈન સેલના સભ્યો પાછળ માત્ર 26.25 લાખનો ખર્ચ થયો હતો. આમ અમ્ન્પાની તિજોરીને 83.50 લાખનો ચોખ્ખો આર્થિક લાભ મળ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top