હિંદૂ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આ મહિનામાં ભૂલથી પણ ન કરો આ કાર્ય, નહીં તો

હિંદૂ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આ મહિનામાં ભૂલથી પણ ન કરો આ કાર્ય, નહીં તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ..!

03/26/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

હિંદૂ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આ મહિનામાં ભૂલથી પણ ન કરો આ કાર્ય, નહીં તો

CHAITRA MONTH 2024 : હિંદૂ કેલેન્ડર અનુસાર ફાગણ મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોય છે. તેના બાદ ચૈત્ર મહિનાની શરૂઆત થાય છે. ચૈત્ર મહિનો આજે એટલે કે 26 માર્ચથી શરૂ થઈને 23 એપ્રિલે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાનું શરૂ કર્યું હતું. આ ચૈત્ર મહિનામાં ઘણા વ્રત કરવામાં આવે છે.

શાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં અમુક કાર્યો કરવામાં નથી આવતા. માન્યતા છે કે આ મહિનામાં અમુક કાર્ય કરવાથી વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ ચૈત્ર મહિનામાં કયા કાર્યો કરવાથી બચવું જોઈએ.


ચૈત્ર મહિનામાં ન કરો આ કાર્ય

ચૈત્ર મહિનામાં ન કરો આ કાર્ય

ચૈત્ર મહિનામાં ભૂલથી પણ તામસિક અને માંસાહાર ભોજનનું સેવન ન કરવું જોઈએ. એવી માન્યતા છે કે ચૈત્ર મહિનામાં કોઈ પણ પ્રકારનું ભોજન કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ મહિનામાં ગોળ ન ખાવો જોઈએ. ગોળની તાસીર ગરમ હોય છે. એવામાં ગરમીમાં ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.


ચૈત્ર મહિનામાં ઘરમાં કોઈ સાથે લડાઈ

ચૈત્ર મહિનામાં ઘરમાં કોઈ સાથે લડાઈ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં ઘરમાં કોઈ સાથે લડાઈ ન કરવી જોઈએ. ખાસ કરીને પતિ-પત્નીએ ઝગડો ન કરવો જોઈએ. માનવામાં આવે છે કે સ્ત્રી માતા લક્ષ્મીનું રૂપ હોય છે. માટે આ મહિનામાં આ પ્રકારની ભૂલ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

ચૈત્ર મહિનામાં વાળ ન કાપવા જોઈએ. માન્યતા છે કે આ મહિનામાં વાળ કાપવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડી શકે છે.


કરી શકાય છે આ કાર્ય

કરી શકાય છે આ કાર્ય

વેદ-પુરાણોની માનીએ તો ચૈત્ર મહિનાના પહેલા દિવસને વધારે શુભ માનવામાં આવ્યો છે. માટે આ દિવસ કોઈ નવા કાર્યને કરવા માટે શુભ માનવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top