શું તમે પણ આરઓનું શુદ્ધ પાણી પીવા ટેવાયેલા છો? તો તમારા માટે ખુબ જરૂરી છે આ જાણવું!

શું તમે પણ આરઓનું શુદ્ધ પાણી પીવા ટેવાયેલા છો? તો તમારા માટે ખુબ જરૂરી છે આ જાણવું!

03/27/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ આરઓનું શુદ્ધ પાણી પીવા ટેવાયેલા છો? તો તમારા માટે ખુબ જરૂરી છે આ જાણવું!

જો તમે માનો છો કે, આરઓનું શુદ્ધ પાણી પીવાથી આપણું શરીર સ્વસ્થ્ય અને નીરોગી રહેશે. તો ચેતી જાજો કેમકે હકિકત જોઇએ તો કંઇક અલગ જ છે. આરઓ પાણીને સ્વચ્છ તો કરે છે પરંતુ સાથે તેની અંદર રહેલા ખનીજ પદાર્થો જે શરીર માટે ખુબ જરૂરી છે તેનો પણ નાશ કરી નાખે છે. અને તેથી જ વિશેષજ્ઞો પણ  ચેતવણી આપે છે કે, આરઓનું પાણી ઘણી બિમારીઓને દૂર રાખે છે પરંતુ સાથે ઘણી બીજી સમસ્યાઓ પણ પેદા કરે છે. જે આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે.


200થી 250 મિલિગ્રામ પ્રતિ લિટરના દરથી ખનીજ પદાર્થ જરૂરી

200થી 250 મિલિગ્રામ પ્રતિ લિટરના દરથી ખનીજ પદાર્થ જરૂરી

નિષ્ણાતો કહે છે કે, જો આરઓનો ઉપયોગ કરવો હોય તો એ જાણી લેવું જોઈએ કે ફિલ્ડર કરાયેલા પાણીમાં 200થી 250 મિલિગ્રામ પ્રતિ લિટરના દરથી ખનીજ પદાર્થ હોય. જે શરીરને જરૂરી કૈલ્શિયમ અને મેગ્નેશિયમ સહિતના પદાર્થ પુરા પડી શકવા સક્ષમ મનાય છે. આરઓ સિસ્ટમ પરના એક વેબિનારમાં એક  જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટરે આ વાત જણાવતા કહ્યું હતું કે, આરઓ પાણીમાંથી અશુદ્ધીઓ દૂર કરે છે પરંતુ સાથે સાથે શરીર માટે જરૂરી ખનિજ તત્વોનો પણ પાણીમાંથી નાશ કરે છે.


WHOએ પણ આપી હતી ચેતવણી

WHOએ પણ આપી હતી ચેતવણી

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પણ આરઓ ફિલ્ટર પાણીના ઉપયોગને લઇને ચેતવણી આપતા 2019માં કહ્યું હતું કે, 'આરો મશીન પાણી સ્વચ્છ કરે જે સારી બાબત છે પરંતુ તે કેલ્શિયમ અને મેગ્નિશિયમને પણ પાણીમાંથી હટાવે છે. અને આ બંને તત્વો શરીર માટે ખુબ જરૂરી છે. જે શરીરની ઊર્જા પૂરી પાડવા માટે જવાબદાર છે. તેથી લાંબા સમય સુધી આરઓના પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાનકારક થઇ શકે છે.'


પાણીમાં જરૂરી મિનરલ્સની ઉણપથી થતી સમસ્યાઓ

સર ગંગારામ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએંટરોલોજીના પ્રમુખ ડો. અનિલ અરોડાનું કહેવું છે કે, આરઓ પાણીને બદલે, લોકોને નાઈટ્રેટ જેવી અશુદ્ધિઓને ફિલ્ટર કર્યા પછી ઉકાળેલું પાણી પીવું જોઈએ. કેમકે, પાણી  ઉકાળવાથી માત્ર બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ જ મરી જશે. તેમણે એ પણ જણાવ્યું કે, ચેકોસ્લોવાકિયા અને સ્લોવાકિયામાં પાંચ વર્ષ માટે આરઓ વોટર ફરજિયાત બનાવ્યા પછી ત્યાંના સત્તાવાળાઓએ લોકોને સ્નાયુઓમાં થાક, ખેંચાણ, શરીરમાં દુખાવો, યાદશક્તિ ગુમાવવી વગેરેની ફરિયાદ કરી હતી, જેનું કારણ પાણીમાં જરૂરી મિનરલ્સની ઉણપ હતું. સુપ્રીમ કોર્ટે દ્વારા પણ વર્ષ 2022માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના એક આદેશ પર સ્ટે મુકવામાં આવ્યો હતો, જેમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને નિર્દેશ આપ્યો હતો કે, તે તમામ આરઓ ઉત્પાદકોને વોટર પ્યુરિફાયર પર પ્રતિબંધ મૂકવા માટે નિર્દેશો જારી કરે જ્યાં પાણીમાં ટીડીએસનું સ્તર જરૂરતથી ઓછું હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top