આ શું જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂંટણી પંચે એકઝાટકે 20થી વધુ સરકારી કર્મચારીને સસ્પ

આ શું જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂંટણી પંચે એકઝાટકે 20થી વધુ સરકારી કર્મચારીને સસ્પેન્ડ કર્યા! આખરે શું હશે કારણ જાણો?

04/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આ શું જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂંટણી પંચે એકઝાટકે 20થી વધુ સરકારી કર્મચારીને સસ્પ

Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર બીજા તબક્કામાં સરેરાશ મતદાન 61 ટકા નોંધાયું છે. જેમાં ત્રિપુરામાં સૌથી વધુ 78.53, મણિપુરમાં 77.18 જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મામૂલી 53 ટકા જેટલું મતદાન થયું હતું. ત્રિપુરા પશ્ચિમ લોકસભા બેઠક માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે ત્રિપુરા પૂર્વ (ST) સંસદીય મતવિસ્તાર માટે શુક્રવારે બીજા તબક્કામાં મતદાન થયું હતું.


ત્રિપુરાના આટલા સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ

ત્રિપુરાના આટલા સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પુનિત અગ્રવાલ એ શુક્રવારે આ માહિતી આપી હતી. બીજા એક અન્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે બે શિક્ષકો અને ત્રિપુરા રાજ્ય રાઈફલ્સના એક રાઈફલમેનને ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા અને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આર્દશ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અત્યાર સુધીમાં સુરક્ષા કર્મચારીઓ સહિત ત્રિપુરા (Tripura)ના 26 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 



કર્મચારીને નિષ્પક્ષ રહેવા જણાવ્યું

આ વચ્ચે, સંબંધિત અધિકારીઓએ શુક્રવારે દેશના ટોચના રાજકીય નેતા વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપ બદલ સુરમા વિધાનસભા મતવિસ્તારમાં નિયુક્ત મતદાન અધિકારી મૌસમી ઘોષ ને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, શુક્રવારે મોડી સાંજે સસ્પેન્શનનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે પંચે અનેક પ્રસંગોએ સરકારી કર્મચારીઓને, ખાસ કરીને ચૂંટણી સંબંધિત ફરજોમાં રોકાયેલા, નિષ્પક્ષ રહેવા અને સંપૂર્ણ પવિત્રતા સાથે તેમની ચૂંટણી ફરજ બજાવવા જણાવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top