મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો મામલો: શું ખુદ પોલીસે જ બે મહિલાઓને ટોળાને હવાલે કરી દીધી હતી?

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો મામલો: શું ખુદ પોલીસે જ બે મહિલાઓને ટોળાને હવાલે કરી દીધી હતી?

05/01/2024 National

SidhiKhabar

SidhiKhabar

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો મામલો: શું ખુદ પોલીસે જ બે મહિલાઓને ટોળાને હવાલે કરી દીધી હતી?

Manipur: ગત વર્ષથી મણિપુરમાં ચાલી રહેલો કુકી અને મૈતી સમુદાયો વચ્ચેનો સંઘર્ષ છેલ્લા થોડા મહિનાઓથી શાંત પડી ગયો છે. તેમ છતાં એક ઘટના હજી પણ ઠરવાનું નામ નથી લેતી. આ દુઃખદ ઘટનામાં કુકી સમુદાયની બે સ્ત્રીઓને સંપૂર્ણ નગ્નાવસ્થામાં જાહેરમાં પરેડ કરાવવામાં આવી હતી. એટલું જ નહિ પણ સંખ્યાબંધ લોકોએ તેમના પર કથિત બળાત્કાર પણ કર્યો હતો.


શું પોલીસે જ મહિલાઓને ટોળાને હવાલે કરેલી?

મણિપુરમાં કુકી અને મૈતી સમુદાયો વચ્ચેની હિંસા ચરમસીમાએ હતી, એ દરમિયાન કુકી-ઝોમી સમુદાયની બે મહિલાઓએ હિંસક ટોળાથી બચવા માટે પોલીસનો આશરો લીધો હતો. પોલીસની જીપ્સીમાં બેઠેલી આ મહિલાઓને કાંગપોકપી જીલ્લાના એક હજારથી વધુના ટોળાને હવાલે કરી દેવાઈ હતી. સીબીઆઈની ચાર્જશીટમાં આ વાતનો લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં ચાલી રહેલી જાતીય હિંસા દરમિયાન આ બંને મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી હતી. અને એ પચીહ એમના પર જાહેરમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

ચાર્જશીટમાં કહેવાયા મુજબ ટોળાએ ત્રીજી મહિલાને પણ નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ પેલી મહિલાએ પોતાની પુત્રીને ચુસ્તપણે પકડી રાખી હતી, એટલે ટોળાને એના વસ્ત્રો ઉતારવામાં સફળતા નહોતી મળી. પછીથી એ મહિલા ભાગી છૂટવામાં સફળ થઇ હતી.


ડાંગરના ખેતરોમાં સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો!

આ જઘન્ય ઘટનાક્રમ દરમિયાન બંને અભાગી મહિલાઓને ડાંગરના ખેતરમાં ઘસડી જઈને એમના પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો. ત્રણયે પીડિત મહિલાઓએ સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓની મદદ માંગી હતી. પણ તેમણે કોઈ પ્રકારે મદદ કરવામાં આવી નહોતી. દુઃખદ અને અત્યંત શરમજનક બાબત એ છે કે આ મહિલાઓ પૈકીની એક તો કારગીલ યુદ્ધના વીર સૈનિકની પત્ની હતી! એણે પોલીસ કર્મચારીઓને સલામત સ્થળે લઇ જવા માટે વિનંતી કરી હતી. પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે “ત્યાં (એમની પાસે) કોઈ વાહનની ચાવી નથી!” ગત વર્ષના મે મહિનાની 4 તારીખે આ ઘટના બની, એના લગભગ બે મહિના બાદ એનો વિડીયો વાઈરલ થયો હતો, અને સમગ્ર દેશને આ ઘટના અંગે જાણ થઇ હતી. આ ઘટનાની વિગતો જાણ્યા બાદ સમગ્ર દેશે શરમ અનુભવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top