PM Modi ગુજરાતના ઝંઝાવાતી પ્રચાર પ્રવાસે: ક્ષત્રિય સમાજ વિરોધ કરશે? મોદી ક્યાં સભા ગજવશે?

PM Modi ગુજરાતના ઝંઝાવાતી પ્રચાર પ્રવાસે: ક્ષત્રિય સમાજ વિરોધ કરશે? મોદી ક્યાં સભા ગજવશે?

05/01/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

PM Modi ગુજરાતના ઝંઝાવાતી પ્રચાર પ્રવાસે: ક્ષત્રિય સમાજ વિરોધ કરશે? મોદી ક્યાં સભા ગજવશે?

PM Modi rally today : લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કાના મતદાન તરફ આગળ વધી રહી છે ત્યારે ગુજરાત પોતાનો મત વ્યક્ત કરવા તૈયાર થઇ રહ્યું છે. 7 મે ના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે, એ પહેલા પ્રધાનમંત્રી મોદી ખુદ પોતાના હોમ ગ્રાઉન્ડ એવા રાજ્યમાં આવીને ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. બીજી તરફ ક્ષત્રિય આંદોલન પણ ક્યાંક દિશાહીન થઇ રહ્યું હોવાનું લાગી રહ્યું છે, ત્યારે મોદીની હાજરીમાં ક્ષત્રિય નેતાઓ વિરોધ પ્રદર્શન કરશે કે નહિ, એ ઉપર સહુની મીટ મંડાઈ છે.


હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાં મોદીજી શું બોલશે? ક્યાં ક્યાં સભા ગજવશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે તૈયાર છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર PM મોદી બે દિવસ દરમિયાન પ્રચંડ પ્રચારકાર્ય કરશે એવું મનાઈ રહ્યું છે. આ બે દિવસ દરમિયાન તેઓ ગુજરાતમાં ચાર ચૂંટણી સભા ગજવશે, આજે ડીસા અને હિંમતનગરમાં સભા ગજવ્યા બાદ આવતીકાલે પ્રધાનમંત્રી આણંદ, સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢમાં સભા પણ સભા યોજશે. ડીસામાં પાટણ અને બનાસકાંઠા લોકસભા માટે પણ તેઓ પ્રચાર કરશે. આ દરમિયાન મોદીજી પોતાના પ્રવચનમાં કયા મુદ્દાઓ પર ભાર મૂકશે, એનો ક્યાસ લગાવાઈ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી છે. જ્યારે પાર્ટી 1998થી રાજ્યમાં સતત શાસન કરી રહી છે. આ વખતે પણ ભાજપે દાવો કર્યો છે કે તે ગુજરાતની તમામ બેઠકો જીતશે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ તો તમામ બેઠકો પાંચ લાખની લીડ સાથે જીતવાનો દાવો કરી રહયા છે. આ દરમિયાન સુરત બેઠક તો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈને ભાજપના ગજવામાં આવી ગઈ છે. મુકાબલો બાકીની પચ્ચીસ બેઠકો માટેનો હશે.


ક્ષત્રિય સમાજ વિરોધ કરશે?

મોદીના ગુજરાત પ્રવાસ વચ્ચે ભાજપ ક્ષત્રિય સમાજની ત્લાવારોને મ્યાન કરાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યું છે. પક્ષના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ આ માટે વહેલા ગુજરાત આવી પહોંચ્યા હતા. મોદી ગુજરાત આવે એ પહેલા ક્ષત્રિય સમાજના વિરોધનો સુર મંદ પડી જાય, એ માટેના ભરચક પ્રયત્નો પક્ષ તરફથી કરવામાં આવી રહ્યા છે. આના પરિણામો પણ મળી રહ્યા હોવાનું દેખાય છે.

સુત્રોના જણાવ્યા મુજબ ક્ષત્રિય સમાજ પોતાનો વિરોધ ચાલુ રાખશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સમાજના નેતાઓં અપીલ કરી શકે છે. પરંતુ પ્રધાનમંત્રી મોદીની સભા વખતે કોઈ વિરોધ પ્રદર્શન કે દેખાવો યોજવામાં નહિ આવે, એવો નિર્ણય લેવાયો હોવાનું કહેવા રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top