મણિપુરમાં શાંત થયેલી હિંસાએ ફરી માથું ઉચક્યું, કુકી ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં બે જવાનોના મોત, જ

મણિપુરમાં શાંત થયેલી હિંસાએ ફરી માથું ઉચક્યું, કુકી ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં બે જવાનોના મોત, જાણો સમગ્ર વાત

04/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

મણિપુરમાં શાંત થયેલી હિંસાએ ફરી માથું ઉચક્યું, કુકી ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં બે જવાનોના મોત, જ

હજુ ગઈ કાલે જ લોકસભા ચુંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. જેમાં પૂર્વોત્તરના રાજ્યોમાં સૌથી વધુ મતદાન થયા હોવાની માહિતી છે. ત્યાં બીજી તરફ ફરી પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં મંદ શાંત થયેલી હિંસાએ ફરી માથું ઉચક્યું છે. કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે સંઘર્ષ સતત ચાલુ છે. મળતી માહિતી મુજબ કુકી ઉગ્રવાદીઓએ શુક્રવારે મધરાતે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જેમાં બે CRPF જવાનો શહીદ થયા છે.


CRPF ના બે જવાનોના મોત

CRPF ના બે જવાનોના મોત

આ અંગે વધુ જાણકારી આપતા મણિપુર પોલીસે જણાવ્યું છે કે, શુક્રવારે મોડી રાતે લગભગ સવા બે વાગ્યાની વચ્ચે કુકી ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં CRPF ના બે જવાનોના મોત થયા. આ બંને જવાનો મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાનસેના વિસ્તારમાં તૈનાત CRPFની 128મી બટાલિયનના હતા.

આ અગાઉ ઉગ્રવાદીઓએ ત્રણ જિલ્લા કાંગપોકપી, ઉખરૂલ અને ઈમ્ફાલ પૂર્વના ટ્રાઈજંક્શન જિલ્લામાં એક બીજા પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં બે કુકુ સમુદાયના લોકોના મોત થયા હતા. ત્યારબાદ થૌબલ જિલ્લાના હેઈરોક અને તેંગનૌપાલ વચ્ચે 2 દિવસના ક્રોસ ફાયરિંગ બાદ ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના મોઈરંગપુરેલમાં ફરીથી હિંસા ભડકી હતી. જેમાં કાંગપોકપી અને ઈંફાલ પૂર્વ બંનેના હથિયારબંધ ઉપદ્રવીઓ સામેલ હતા.


ભડકેલી જાતિય હિંસા પછી મણિપુરમાં 180થી વધુ લોકો માર્યા ગયા

ભડકેલી જાતિય હિંસા પછી મણિપુરમાં 180થી વધુ લોકો માર્યા ગયા

ગત વર્ષે 3 મેના રોજ મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતી (ST)દરજ્જાની માંગણીના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આયોજિત આદિવાસી એકજૂથતા માર્ચ બાદ ભડકેલી જાતિય હિંસા પછી મણિપુરમાં 180થી વધુ લોકો માર્યા ગયા છે. સુરક્ષા દળો સાથે જોડાયેલા લોકો પણ ત્યાં હિંસાનો શિકાર બની રહ્યા છે. મોટી સંખ્યામાં લૂંટાયેલા શસ્ત્રોની રિકવરી પણ હજુ થઇ નથી. મણિપુરની વસ્તીમાં મૈતેઈ સમુદાયની સંખ્યા લગભગ 53 ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. જ્યારે આદિવાસીઓ જેમાં નાગા અને કુકી સામેલ છે તેઓ 40 ટકા છે અને મુખ્ય રીતે પહાડી જિલ્લાઓમાં રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top