ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ખોરાકમાં સામેલ કરો આ વસ્તુઓ, શરીરને આપશે કુદરતી ઠંડક!

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ખોરાકમાં સામેલ કરો આ વસ્તુઓ, શરીરને આપશે કુદરતી ઠંડક!

03/26/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ખોરાકમાં સામેલ કરો આ વસ્તુઓ, શરીરને આપશે કુદરતી ઠંડક!

ઉનાળો શરૂ થતાની સાથે જ લોકોને ડિહાઈડ્રેશન, ઉલટી, પેટમાં દુખાવો, ઉબકા, પેટમાં ખેંચાણ, એસિડ રિફ્લક્સ, એલર્જી વગેરે જેવી કેટલીય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ શરૂ થઇ જાય છે. તેથી આ ઋતુ દરમિયાન લોકોએ પોતાના ભોજન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ સીઝનમાં ગરમીથી બચવા માટે એવા ફળ અને વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી આપણા શરીરને ઠંડક મળે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત પણ મળે.

મોટાભાગે આ સીઝનમાં લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે કોલ્ડ ડ્રિંક્સ અને આઈસક્રીમ ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. પરંતુ આ વસ્તુઓનું સતત સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે જાણીએ કે ઉનાળામાં એવી કઈ વસ્તુઓ ખાવી જોઈએ જેનાથી શરીરને ઠંડક અને ફાયદો મળે.


કોળુ

કોળુ ઘણા લોકોને નથી પસંદ આવતું પરંતુ આ શાકભાજીમાં પાણી ખૂબ જ વધારે હોય છે, જે તમારા શરીરને ઠંડક પહોંચાડે છે. સાથે જ તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવે છે. તે આંતરડામાં જમા થયેલા ટોક્સિક પદાર્થોને બહાર કરવામાં મદદ કરે છે.

ડુંગળી

ડુંગળીમાં શરીરને ઠંડક પહોંચાડવાના ઘણા ગુણ સમાયેલા છે. ડુંગળી શરીરને ખૂબ જ ફાયદો કરે છે. તે  સનબર્નથી બચાવે છે. લાલ ડુંગળીમાં ક્વેરસેટિનનું પ્રમાણ વધારે હોય છે. જેને પ્રાકૃતિક એન્ટી-એલર્જેન માનવામાં આવે છે.

ખીરા કાકડી

ખીરા કાકડી ખૂબ જ ઠંડી હોય છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તે ત્વચા માટે ખુબ લાભકારી મનાય  છે. સાથે જ પાચનને પણ ઠીક રાખવામાં મદદ કરે છે.

દૂધી

ફાઈબરના ગુણોથી ભરપૂર દૂધી એક ઠંડી તાસીર ધરાવે છે. જેમાં પાણી ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. દૂધીનું શાક પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે અને પાચનક્રિયાને પણ તંદુરસ્ત રાખે છે.


દહીં

દહીંને ખીરાની સાથે રાયતું બનાવીને અથવા દહીંની છાશ બનાવીને પીવાથી ખુબ વધારે ફાયદો થાય છે. તેમાં હાજર કૂલિંગ એજન્ટ તમને ઉનાળાની લૂથી દૂર રાખે છે.

તરબૂચ

તરબૂચ પાણીથી ભરપૂર એક એવું ઠંડુ ફળ છે જે આ ઉનાળામાં તમારા શરીરને તાજું રાખવામાં મદદ કરે છે. અને શરીરને હાઇડ્રેટ રાખવામાં ખુબ ઉપયોગી છે.

નાળિયેર પાણી

ઉનાળાની કાળઝાળ ગરમીથી પોતાને શાંત રાખવા નારિયેળ પાણી પીવું એક શ્રેષ્ઠ ઉપાય છે. તે પેટના કોઈપણ ચેપથી પણ સુરક્ષિત રાખે છે.


વરિયાળી બીજ

એક અથવા બે ચમચી વરિયાળીના બીજને આખી રાત પલાળી રાખી સવારે તેને પીવાથી શરીરમાં ગરમી નિયંત્રિત રહે છે. તે શરીરને કુદરતી રીતે ઠંડક આપે છે.

એવોકાડો

એવોકાડો એક એવું ફળ છે જેમાં ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. અને તેનાથી શરીરના તાપમાનમાં ઘટાડો થતા તે ઝેરી પદાર્થોને શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top