પશ્ચિમ બંગાળની જેલમાં કેદ મહિલાઓ કેવી રીતે થઇ રહી છે ગર્ભવતી, અત્યાર સુધી જેલમાં આટલા બાળકો જ

પશ્ચિમ બંગાળની જેલમાં કેદ મહિલાઓ કેવી રીતે થઇ રહી છે ગર્ભવતી, અત્યાર સુધી જેલમાં આટલા બાળકો જન્મ્યા ! જાણો સંપૂર્ણ વિગત

02/09/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

પશ્ચિમ બંગાળની જેલમાં કેદ મહિલાઓ કેવી રીતે થઇ રહી છે ગર્ભવતી, અત્યાર સુધી જેલમાં આટલા બાળકો જ

પશ્ચિમ બંગાળની જેલોમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેલમાં જ રહીને મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે, અને હાલમાં પશ્ચિમ બંગાળની અલગ અલગ જેલમાં 196 બાળકો તેમની માતા સાથે રહે છે. જેમનો જન્મ જેલમાં જ થયો છે. કોર્ટના એમિકસ ક્યુરીએ રાજ્યની જેલોમાં સુધારણા સુવિધાઓની અમાનવીય પરિસ્થિતિઓ મામલે કોર્ટનું ધ્યાન દોર્યું છે, ત્યારબાદ આ મામલો સામે આવ્યો છે. હાલ તમામ મહિલા કેદીઓને જુદી જુદી જેલોમાં રખાઈ છે. 


આ ખૂબ જ ગંભીર આરોપ : કોલકાતા હાઈકોર્ટ

આ ખૂબ જ ગંભીર આરોપ : કોલકાતા હાઈકોર્ટ

કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શિવગણમ અને ન્યાયાધીશ સુપ્રતિમ ભટ્ટાચાર્યની ખંડપીઠે સુનાવણી બાદ કહ્યું કે, આ ખૂબ જ ગંભીર આરોપ છે. ન્યાયાધીશે આ મામલો ગુનાઈત કેસોની સુનાવણી કરતા બેંચ સમક્ષ મોકલાઈ છે. હવે આ મામલે કોલકાતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જયમાલ્ય બાગચીની ખંડપીઠ સુનાવણી કરી શકે છે.


જેલોમાં કેદીઓની સ્થિતિ જાણવા સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને નિર્દેશ

જેલોમાં કેદીઓની સ્થિતિ જાણવા સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને નિર્દેશ

ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના પૂર્વ ચીફ જસ્ટિસ આર.સી.લાહોટીએ સુપ્રીમ કોર્ટને પત્ર લખી દેશની વિવિધ જેલોના કેદીઓની અમાનવીય સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલાને સુઓમોટો તરીકે ધ્યાને લઈ તમામ હાઈકોર્ટને નિર્દેશ મોકલી કહ્યું હતું કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજ્યની જેલોમાં કેદીઓની વધુ ભીડ મામલે સુઓમોટો કેસ દાખલ કરે. સુપ્રીમના નિર્દેશ બાદ તમામ હાઈકોર્ટે જેલોમાં કેદીઓની અમાનવીય સ્થિતિ જાણવા, તેની તપાસ કરવા અને કોર્ટનું ધ્યાન દોરવા એક ન્યાયલય મિત્રની નિમણૂક કરી છે.


મહિલા કેદીઓ સાથે શારીરિક શોષણ!

સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા કોલકાતા હાઈકોર્ટમાં તાપસ કુમાર ભંજની નિમણૂક કરાઈ હતી. તેમને સુધારણા સુવિધામાં કેદીઓ માટેના તમામ પ્રકારના માનવ અધિકાર મુદ્દાઓ જોવાનું કામ સોંપાયું હતું. જ્યારે તેમણે વિવિધ જેલોની મુલાકાત કરી તપાસ કરી તો તેમણે ત્યાં બે પ્રકારના કેદીઓ મોટા લોકો અને ગરીબ લોકોને જોયા.


તાપસે રાજ્યના જેલ વિભાગના આઈજી અજય કુમાર ઠાકુર સાથે રાજ્યની વિવિધ જેલોની મુલાકાત લીધી હતી. તેમણે તાપસ અને કોલકાતા હાઈકોર્ટને જણાવ્યું કે, 196 મહિલાઓ જેલમાં જ  ગર્ભવતી બની બાળકોને જન્મ આપ્યો છે. ઘણી બાબતોમાં મહિલાઓએ શારીરિક શોષણ થયું હોવાની વાત સ્વીકારી છે. આ તમામ બાબતો સામે આવ્યા બાદ તાપસે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું છે.


કયા બાળકો મહિલાઓ સાથે રહી શકે

 છ વર્ષથી ઓછી ઉંમરના બાળકવાળી મહિલાની ધરપકડ કરવામાં આવે તો બાળકને માતા સાથે જેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે. તેમણે કહ્યું, "છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જેલમાં તેમની માતા સાથે રહેવાની મંજૂરી છે, પરંતુ જેલમાં મહિલાઓ ગર્ભવતી થાય છે તે વિશે મને કોઈ માહિતી નથી." આ અસંભવિત છે. જો તે મારા ધ્યાનમાં આવશે, તો હું ચોક્કસપણે તેની તપાસ કરીશ. 

સૂત્રોએ જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી, 2024 સુધીમાં, પશ્ચિમ બંગાળની 60 જેલોમાં લગભગ 26000 કેદીઓ રહેતા હતા. આ કેદીઓમાં લગભગ 8% થી 10% મહિલાઓ છે. જાન્યુઆરી સુધીમાં, રાજ્યની જેલોમાં ઓછામાં ઓછી 1,265 અંડરટ્રાયલ મહિલા કેદીઓ અને 448 દોષિતો બંધ હતા. ૧૭૪ જેટલી મહિલા કેદીઓ આજીવન કેદની સજા કાપી રહી છે. સોમવારે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરે તેવી શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top