રોકાણ કારો આ શેરો પર રાખજો નજર' જેના પર થશે PM મોદીની ગેરંટીની સીધી અસર !જાણો કયા કયા છે?

રોકાણ કારો આ શેરો પર રાખજો નજર' જેના પર થશે PM મોદીની ગેરંટીની સીધી અસર !જાણો કયા કયા છે?

04/16/2024 Business

SidhiKhabar

SidhiKhabar

રોકાણ કારો આ શેરો પર રાખજો નજર' જેના પર થશે PM મોદીની ગેરંટીની સીધી અસર !જાણો કયા કયા છે?

Stock Market : જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ પક્ષો પોતપોતાના મેનિફેસ્ટો રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં જ ભાજપે પોતાનો મેનિફેસ્ટો રજૂ કર્યો હતો. જેમાં તેમણે અમુક ચોક્કસ ક્ષેત્રો પર વધુ ધ્યાન આપવાની વાત કરી હતી. આજે અમે તમારા માટે 20થી વધુ શેરોનું લિસ્ટ લાવ્યા છીએ જેની અસર જો બીજેપીના નેતૃત્વમાં સરકાર બનશે તો જોઈ શકાય છે. એક વાક્યમાં કહીએ તો આ 20થી વધુ શેરો છે જેના પર મોદીની ગેરંટીની સીધી અસર થશે.


સરકાર EV પર ફોકસ કરશે કારણ કે..

સરકાર EV પર ફોકસ કરશે કારણ કે..

નવી સરકાર રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (નવું અને એડવાન્સ્ડ) સુધારવા પર કામ કરશે. તેની અસર APL Apollo, JTL, Surya, Hi-Tech જેવા સ્ટોક પર જોવા મળશે. સરકારે EV સેક્ટરને નવી દિશા આપવાની વાત કરી છે, જેની અસર ઓટો ઉત્પાદકો (ટાટા મોટર્સ, ટીવીએસ મોટર) અને NBFCs (શ્રીરામ ફાઇનાન્સ, સુંદરમ ફાઇનાન્સ અને ચોલ)ના શેરમાં જોવા મળી શકે છે. જ્યારે સરકાર EV પર ફોકસ કરશે ત્યારે ઓટો પાર્ટ્સ સપ્લાયર્સ સાથે સંકળાયેલી કંપનીઓના શેરને પણ અસર થશે. જેનો ફાયદો મધરસન અને સોના BLW જેવી કંપનીઓને થશે.


સરકાર કુદરતી ગેસ પર પણ કામ કરશે

સરકાર કુદરતી ગેસ પર પણ કામ કરશે

સરકારે મુદ્રા લોન મર્યાદા વધારવાની વાત કરી છે, જેના કારણે PSB, SFB અને MFIના શેરમાં વધારો જોવા મળી શકે છે. ભાજપે એમ પણ કહ્યું છે કે, તે એમએસએમઈને નવી દિશા આપવાનું કામ કરશે. જેની સીધી અસર શ્રીરામ ફાઇનાન્સ, માસફિન (NR) અને બજાજ ફાઇનાન્સના શેર પર પડશે.

નવી સરકાર કુદરતી ગેસ પર પણ કામ કરશે, જેના કારણે ગેસ ગેઇલ, પેટ્રોનેટ LNG, IGL, મહાનગર ગેસ, ગુજરાત ગેસ, અદાણી ટોટલ ગેસ એન્ડ પાઇપ્સ (વેલસ્પન કોર્પ, મહારાષ્ટ્ર સીમલેસ, રત્નમણિ મેટલ્સ)ના શેરમાં વધારો જોવા મળી શકે છે.


રોકાણકારો આ શેરો પર રાખશે નજર

રોકાણકારો આ શેરો પર રાખશે નજર

આગામી નવી સરકારમાં ભાજપનું ફોકસ એફોર્ડેબલ હાઉસિંગ (AH) પર જોવા મળશે, જે હુડકો, મેટલ્સ, NBFC અને સિમેન્ટ (અલ્ટ્રાટેક અને અંબુજા સિમેન્ટ)ના શેરને અસર કરી શકે છે. સરકાર પર્યટન ક્ષેત્રમાં પણ ઝડપથી કામ કરશે, જેની અસર હોટેલ્સ, એવિએશન ઇન્ડસ્ટ્રી અને NBFC સાથે સંબંધિત શેર પર જોવા મળશે.

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top