Video:ઈઝરાયલે તૈયાર કરી ઘાતક એર ડિફેન્સ સિસ્ટમ, દરેક પ્રકારના હુમલાનો શોધી કાઢ્યો તોડ ! જાણો શુ

Video:ઈઝરાયલે તૈયાર કરી ઘાતક એર ડિફેન્સ સિસ્ટમ, દરેક પ્રકારના હુમલાનો શોધી કાઢ્યો તોડ ! જાણો શું છે આ સિસ્ટમમાં?

01/12/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

Video:ઈઝરાયલે તૈયાર કરી ઘાતક એર ડિફેન્સ સિસ્ટમ, દરેક પ્રકારના હુમલાનો શોધી કાઢ્યો તોડ ! જાણો શુ

Israel vs Hamas war : ઈઝરાયલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેણે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. જેમાં જમીનથી હવામાં પ્રહાર કરતી Spyder મિસાઈલ સિસ્ટમ પણ સામેલ છે. આ નવી એર ડિફેન્સ સિસ્ટમ રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમે તૈયાર કરી છે. 

 


જાણો તેની વિશેષતા...

જાણો તેની વિશેષતા...

આ નવી એર ડિફેન્સ સિસ્ટમ એક જ વખતમાં ડ્રોન, હેલિકોપ્ટર, એરક્રાફ્ટ, ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઈલ જ નહીં પરંતુ પ્રેસિશન ગાઈડેડ હથિયારોના હુમલાને પણ નિષ્ફળ બનાવી શકે છે. 

 



ઈઝરાયલના સૈન્યએ કર્યો આ દાવો

ઈઝરાયલના સૈન્યએ કર્યો આ દાવો

ઈઝરાયલના સૈન્યએ દાવો કર્યો હતો કે ન તો અત્યાર સુધી આવી કોઈ એર ડિફેન્સ સિસ્ટમ બની છે અને ન તો કોઈ તૈયાર કરી શક્યું છે. તેણે એક વીડિયો પણ અપલોડ કર્યો છે જેમાં આ નવા હથિયારની ટ્રાયલ બતાવાઈ છે. તેમાં દેખાય છે કે એક લાલ રંગનું વિમાન છે જેને ટ્રેક કરી મિસાઈલ તેના પર હુમલો કરી દે છે. 


શું છે આ સિસ્ટમમાં?

શું છે આ સિસ્ટમમાં?

આ નવી એર ડિફેન્સ સિસ્ટમ આઠ પૈડાવાળા ટ્રક પર સરળતાથી લોડ થઈ જાય છે જેમાં મિસાઈલ લોન્ચર, રડાર, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટ હોય છે. આ ઉપરાંત સર્વેલાન્સ અને ટારગેટ એક્વિઝિશનની ટેક્નોલોજી પણ ધરાવે છે. ઈઝરાયલના સૈન્યએ આ ટ્રાયલ કોઈ અજાણ્યા સ્થળે કરી હતી જેના વિશે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. 


આ મિસાઈલ સિસ્ટમ એકદમ ક્રૂર છે

સ્પાઇડર મિસાઈલ સિસ્ટમ અન્ય એર ડિફેન્સ સિસ્ટમની તુલનાએ હળવી, ઘાતક અને સચોટ છે. સ્પાઈડરના બે વેરિયન્ટ્સ છે. એક સ્પાઈડર એસઆર એટલે કે સ્પાઈડર શોર્ટ રેન્જ છે અને બીજું સ્પાઈડર એમઆર એટલે કે મિડિયમ રેન્જ. આ બંને દરેક ઋતુમાં કામ કરે છે. 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top