ગિરનાર લીલી પરિક્રમાના માર્ગ પર દીપડાએ 11 વર્ષીય છોકરી પર કર્યો હુમલો, મોત

ગિરનાર લીલી પરિક્રમાના માર્ગ પર દીપડાએ 11 વર્ષીય છોકરી પર કર્યો હુમલો, મોત

11/24/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગિરનાર લીલી પરિક્રમાના માર્ગ પર દીપડાએ 11 વર્ષીય છોકરી પર કર્યો હુમલો, મોત

ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કારતક સુદ અગિયારસથી થઇ ગઇ છે. પરિક્રમાના રૂટ પર લોક મેહરામણ  ઉમટી પડ્યું છે, પરંતુ આ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લીલી પરિક્રમાના રૂટ પર એક દીપડાએ 11 વર્ષીય છોકરી પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ 11 વર્ષીય છોકરીનું મોત થઇ ગયું છે. આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાતા આખી પરિક્રમાના રૂટ પર ભયનો માહોલ સર્જાયો છે. આ સાથે મૃતક છોકરીના પરિવારજનોની રડીરડીને હાલત ખરાબ થઇ ગઇ છે.


આજે વહેલી સવારે દીપડાએ છોકરી પર કર્યો હુમલો

આજે વહેલી સવારે દીપડાએ છોકરી પર કર્યો હુમલો

મીડિયા રિપોર્ટ મુજબ, ગિરનારની લીલી પરિક્રમાના રુટ પર દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે બાવરકોટમાં પરિક્રમા માર્ગ પર દીપડાએ છોકરી પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ છોકરીનું મોત થઇ ગયું છે. આ મૃતક છોકરી અમરેલી જિલ્લાની રહેવાસી છે. આજે વહેલી સવારે બોરદેવી રાઉન્ડના બાવર કોટ વિસ્તારમાં 11 વર્ષીય પાયલબેન લક્ષ્મણભાઈ સાખન નામની છોકરીને દીપડો ખેંચી ગયો હતો. ઘણાં સમય સુધી પરિવારે તેને જંગલમાં શોધી, પરંતુ તેમને બાળકી કે દીપડો મળ્યો ન હતો. ત્યારબાદ પરિવારે વન વિભાગને જાણ કરી હતી. આ સમાચાર મળતાની સાથે વન વિભાગ પણ ત્યાં પહોંચીને છોકરીને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમની તપાસમાં છોકરી મૃત હાલતમાં મળી આવી હતી. જો કે, આ દુર્ધટના બાદ છોકરીના પરિવારમાં ખૂબ રોશ જોવા મળી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top