એમએસ ધોનીએ ફેસબૂક પર કરી રહસ્યમયી પોસ્ટ, કે તેમના ફેન્સ મુકાયા મુઝવણમાં! જાણો એવું તો શું લખ્યુ

એમએસ ધોનીએ ફેસબૂક પર કરી રહસ્યમયી પોસ્ટ, કે તેમના ફેન્સ મુકાયા મુઝવણમાં! જાણો એવું તો શું લખ્યું ?

03/05/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

એમએસ ધોનીએ ફેસબૂક પર કરી રહસ્યમયી પોસ્ટ, કે તેમના ફેન્સ મુકાયા મુઝવણમાં! જાણો એવું તો શું લખ્યુ

આ મહિનાની 22મી માર્ચથી ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL-2024)ની શરૂઆત થવાની છે. તેમાં પ્રથમ મેચની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)થી થશે. દિગ્ગજ વિકેટકીપર એમ.એસ.ધોનીને ફરી મેદાનમાં જોવા તમામ ચાહકો ઉત્સુક છે. જો કે ધોનીએ આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી તમામ લોકોને અસમંજસમાં મુકી દીધા છે. ધોનીએ કહ્યું કે, તેઓ નવા રોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની આ પોસ્ટે ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે.


ધોનીની આશ્ચર્યજનક પોસ્ટ

42 વર્ષિક ધોનીએ આજે ચાર માર્ચે ફેસબુક પર લખ્યું કે, ‘હું નવી સિઝન અને નવા રોલની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. સ્ટે ટ્યૂન્ડ!’ હાલ ધોનીની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, ધોની કદાચ એક ખેલાડી તરીકે મેદાનમાં નહીં આવે, પરંતુ માસ્ટર પ્લાનર બનશે. તો કેટલાકે સંભાવના વ્યક્ત કરી છે કે, ધોની ટૉપ ઓર્ડરમાં બેટિંગ માટે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, સીએસકેના ઓપનિંગ બેટ્સમેન ડેવોન કૉનવે ઈજાગ્રસ્ત હોવાના કારણે આઈપીએલમાં શરૂઆતની કેટલીક મેચોમાં જોવા નહીં મળે.



શું ધોની રાજકારણમાં એન્ટ્રી કરશે ?

શું ધોની રાજકારણમાં એન્ટ્રી કરશે ?

ધોનીની પોસ્ટને લઈ કેટલાક લોકો તેને રાજકારણ સાથે જોડી રહ્યા છે, તો કેટલાક જાહેરાત સાથે... આ સાથે કેટલાક ચાહકો ધોનીને નવા રોલ માટે શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. દરમિયાન ધોનીએ 2020માં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, ત્યારબાદ તેઓ માત્ર આઈપીએલમાં જોવા મળી રહ્યા છે. ધોનીના નામે ત્રણ ICC ટ્રોફી છે અને તે આવું કરનાર એકમાત્ર કેપ્ટન છે. જયારે તેના નામે 5 IPL ટ્રોફી જીતવાનો પણ રેકોર્ડ છે. આ રેકોર્ડમાં તે મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે સંયુક્ત રીતે ટોપ પર છે. આ ઉપરાંત ધોની ભારત માટે 60 ટેસ્ટ, 200 ODI અને 72 T20Iમાં વિકેટકીપિંગ કરનાર એકમાત્ર કેપ્ટન છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top