દેશમાં ઉભરી આવતા કોરોનાને બેસાડવા PM Modi ખુદ એક્શનમાં! હાઈ લેવલ મીટિંગમાં રાજ્યોને આપ્યો મોટો

દેશમાં ઉભરી આવતા કોરોનાને બેસાડવા PM Modi ખુદ એક્શનમાં! હાઈ લેવલ મીટિંગમાં રાજ્યોને આપ્યો મોટો આદેશ

12/23/2022 National

SidhiKhabar

SidhiKhabar

દેશમાં ઉભરી આવતા કોરોનાને બેસાડવા PM Modi ખુદ એક્શનમાં! હાઈ લેવલ મીટિંગમાં રાજ્યોને આપ્યો મોટો

નેશનલ ડેસ્ક : ભારતમાં કોરોનાનું સંકટ સર્જાતા અત્યારથી તેને બેસાડી દેવા માટે કેન્દ્રીય સ્તરે મોટાપાયે ધમધમાટ શરુ થયો છે. ગઈકાલે માંડવિયાની મોટી બેઠક બાદ આજની આઈએમએની ગાઈડલાઈન્સની સાથે પ્રધાનમંત્રી મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને કેન્દ્રીય મંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિને લઈને ચર્ચાવિચારણા કરી હતી. બે કલાક ચાલેલી મીટિંગમાં પીએમ મોદીએ રાજ્યોને એક મોટો આદેશ આપ્યો હતો.


રાજ્યોને બૂસ્ટર ડોઝ વધારવાનો આદેશ

પીએમ મોદીએ બેઠકમાં રાજ્યોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને વધુમાં વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે પીએમ મોદી ટૂંક સમયમાં જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. રાજ્યો માટે અલગથી એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન, નીતિ આયોગના સીઈઓ પરમેશ્વરન અય્યર, આરોગ્ય મંત્રાલય, નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઈ) અને અન્ય ટોચના અધિકારીઓ અને પ્રધાનો હાજર રહ્યાં હતા.


ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી થશે- વિદેશ મંત્રાલય

ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી થશે- વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ચીનમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. આપણે દુનિયાની ફાર્મસી છીએ અને આ રીતે હંમેશા બીજા દેશોની મદદ કરી છે. આપણે ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરવાની છે.


ભારતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા

ભારતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા

ચીનમાં કોરોના ફેલાવાને કારણે ભારતમાં ભયની સ્થિતિ છે અને ચોથી લહેર આવવાની સંભાવના છે. સરકારે પણ કોંગ્રેસ પાર્ટીને તેની ભારત જોડો યાત્રા બંધ કરવાની સૂચના આપી છે. એટલું જ નહીં ભાજપે પોતે રાજસ્થાનમાં પોતાની જનક્રોશ યાત્રા સ્થગિત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ સરકાર આપી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top