રિષભ પંતની આ ભૂલ દિલ્હી કેપિટલ્સની આખી ટીમને ભારે પડી, ફટકારાયો લાખો રૂપિયાનો દંડ..!? જાણો વિગત

રિષભ પંતની આ ભૂલ દિલ્હી કેપિટલ્સની આખી ટીમને ભારે પડી, ફટકારાયો લાખો રૂપિયાનો દંડ..!? જાણો વિગત

04/04/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

રિષભ પંતની આ ભૂલ દિલ્હી કેપિટલ્સની આખી ટીમને ભારે પડી, ફટકારાયો લાખો રૂપિયાનો દંડ..!? જાણો વિગત

દિલ્હી કેપિટલ્સને રિષભ પંતની આગેવાની હેઠળ ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં કારમી હારની સાથે વધુ એક મોટો ફટકો પડ્યો છે. BCCI દ્વારા માત્ર કેપ્ટન પર જ નહીં પરંતુ દિલ્હી કેપિટલ્સની સમગ્ર ટીમ પર લાખો રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સને ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ધીમી ઓવર રેટ માટે દોષી ગણીને આ દંડ લાદવામાં આવ્યો છે. IPL 2024માં દિલ્હીની ટીમ દ્વારા બીજી વખત આ ભૂલ થઈ છે, જેના કારણે કેપ્ટન સહિત સમગ્ર ટીમ પર આ દંડ લગાવવામાં આવ્યો છે.


ટીમ દ્વારા સ્લો ઓવર રેટ જાળવી રાખ્યા બાદ દંડ લાદવામાં આવ્યો

ટીમ દ્વારા સ્લો ઓવર રેટ જાળવી રાખ્યા બાદ દંડ લાદવામાં આવ્યો

IPL પ્રેસ રિલીઝ મુજબ, "દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 3 એપ્રિલે વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની IPL 2024ની મેચ દરમિયાન તેની ટીમ દ્વારા સ્લો ઓવર રેટ જાળવી રાખ્યા બાદ દંડ લાદવામાં આવ્યો છે." IPLની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાને લગતો આ તેની ટીમનો સિઝનનો બીજો ગુનો હોવાથી, પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ-11ના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે 6 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે."


IPLની આચાર સંહિતા હેઠળ

IPLની આચાર સંહિતા હેઠળ

IPLના નિયમો અનુસાર જો ટીમ ત્રીજી વખત આ ભૂલ કરે છે, તો કેપ્ટન પર 30 લાખ રૂપિયાના દંડની સાથે એક મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવશે, આ સાથે ટીમના બાકીના ખેલાડીઓને 12 લાખ રૂપિયાનો દંડ અથવા તેમની મેચ ફીના 50% દંડ જે ઓછું હોય તે ફટકારવામાં આવશે. તેથી જો હવે દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો કેપ્ટન રિષભ પંત પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. સાથે તેની ટીમ અને તેને વધારાનો દંડ તો ખરો જ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top