JN.1થી બચવા માટે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ? કોરોનાના નવા વેરિયન્ટથી વધી દેશવાસીઓની ચિંતા

JN.1થી બચવા માટે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ? કોરોનાના નવા વેરિયન્ટથી વધી દેશવાસીઓની ચિંતા

12/26/2023 National

SidhiKhabar

SidhiKhabar

JN.1થી બચવા માટે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ? કોરોનાના નવા વેરિયન્ટથી વધી દેશવાસીઓની ચિંતા

નવી દિલ્હીઃ શું કોરોનાનો નવો વેરિયન્ટ ભારતમાં કોવિડની વધુ એક લહેર લાવી શકે છે..? શું કોરોના આ નવો વેરિયન્ટ JN.1 પહેલાંના તમામ વેરિયન્ટ કરતાં સૌથી વધુ ઘાતક છે..? અને સૌથી અગત્યનો સવાલ કે શું આ નવા વેરિયન્ટના સંક્રમણથી બચવા માટે લોકોને કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર પડશે..? એવું તો શું કારણ છેકે દેશમાં કોરોના વેક્સિનનો ચોથો ડોઝ લેવાની ચર્ચા ચાલી રહી છે.. JN.1 વેરિયન્ટથી લોકોને કેટલો છે ખતરો.


JN.1 દેશ માટે ચિંતાનો વિષય

હાલમાં કોરોનાનો નવો વેરિઅન્ટ JN.1 દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે.. કોરોનાના વધતા કેસોના સમાચાર ચિંતા પેદા કરી રહ્યા છે.. કોરોનાના નવા વેરિઅન્ટને જોતા સરકારે કોરોનાના દરેક સેમ્પલને સેન્ટર લેબમાં મોકલવા કહ્યું છે.. ચર્ચા એ પણ ચાલી રહી છેકે, કોરોના વાયરસના આ વેરિયન્ટથી બચવા માટે વેક્સિનના ચોથા ડોઝની પણ જરૂર પડશે.. ત્યારે સૌથી પહેલાં તમારે એ સમજવું પડશે કે, કોરોનાનો આ નવો વેરિયન્ટ JN.1 આખરે છે શું  


JN.1 વેરિયન્ટ ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ છે

JN.1 વેરિયન્ટ ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ છે

- અગાઉ, સિંગાપોરમાં આ પ્રકારનો કેસ જોવા મળ્યો હતો..

- આ સિવાય ચીન અને અમેરિકા સહિત વિશ્વના 40 દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે..

- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ કોરોનાનું ઘાતક વેરિયન્ટ છે અને ઇન્ટરેસ્ટ ઓફ વેરિઅન્ટ ટેગ આપ્યો છે..


JN.1 વેરિયન્ટની સંક્રમણની ગતિને જોતા

JN.1 વેરિયન્ટની સંક્રમણની ગતિને જોતા

આ વેરિયન્ટ ભલે ગંભીર રીતે લોકોને બીમાર ના કરતો હોય પરંતુ, પહેલાંના તમામ વેરિયન્ટ કરતા વધુ ગતિએ લોકોને સંક્રમિત કરી રહ્યો છે.. JN.1 વેરિયન્ટની સંક્રમણની ગતિને જોતા નિષ્ણાંતો એક જ સલાહ આપી રહ્યા છેકે, ખાસ તો બીમાર લોકોએ અને વૃદ્ધોએ આ વેરિયન્ટના સંક્રમણથી બચવું જોઈએ.. અને જે લોકોએ કોરોના વેક્સિનનો પ્રી-કૉશન ડોઝ ના લીધો હોય તેઓએ વેક્સિનનો ત્રીજો ડોઝ જરૂરથી લઈ લેવો જોઈએ.JN.1 વેરિયન્ટને લઈને વેક્સિનની અસરકારકતાનો કોઈ અભ્યાસ કરવામાં હજું નથી આવ્યો.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top