ખૂલવા અગાઉ આ કંપનીના IPOએ ભેગા કર્યા 448 કરોડ, લિસ્ટિગવાળા દિવસ જ કરાવી શકે છે 30 ટકાનો ફાયદો,

ખૂલવા અગાઉ આ કંપનીના IPOએ ભેગા કર્યા 448 કરોડ, લિસ્ટિગવાળા દિવસ જ કરાવી શકે છે 30 ટકાનો ફાયદો, આજથી દાવ લગાવી શકશે રોકાણકારો

01/09/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ખૂલવા અગાઉ આ કંપનીના IPOએ ભેગા કર્યા 448 કરોડ, લિસ્ટિગવાળા દિવસ જ કરાવી શકે છે 30 ટકાનો ફાયદો,

જ્યોતિ CNC ઓટોમેશન (Jyoti CNC Automation)નો IPO આજથી રોકાણકારો માટે ખુલ્લો થઈ ગયો છે. જો કે, આ અગાઉ આ IPO એન્કર રોકાણકારો માટે કાલે એટલે કે 8 જાન્યુઆરી 2024ના રોજ ઓપન હતો. આ દરમિયાન કંપની 448 કરોડ રૂપિયા એન્કર રોકાણકારો પરથી ભેગા કરવામાં સફળ રહી. Jyoti CNC Automation તરફથી 331 રૂપિયા પ્રતિ શેરના હિસાબે 1,35,27,190 શેર અલોટ કર્યા હતા. એન્કર રોકાણકારોને અલોટ કરવામાં આવેલા 50 ટકા શેરોનો લોક પીરિયડ 26 ફેબ્રુઆરી 2024 છે. તો બાકી 50 ટકાનો લોક પીરિયડ 28 મે 2024 છે.


શું છે પ્રાઇઝ બેન્ડ:

શું છે પ્રાઇઝ બેન્ડ:

Jyoti CNC Automationના IPOની પ્રાઇઝ બેન્ડ 315 રૂપિયાથી 331 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા છે. કંપનીઓનો IPO રિટેલ રોકાણકારો માટે 11 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. આ પ્રાઇઝ IPOની લોટ સાઇઝ 45 શેરનો રાખવામાં આવ્યો છે. આ કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,895 રૂપિયાનો દાવ લગાવવા પડશે. કર્મચારીઓને 15 રૂપિયા પ્રતિ શેરની છૂટ આપવામાં આવે છે.


ગ્રે માર્કેટ(GMP)માં કેવું છે પ્રદર્શન:

ગ્રે માર્કેટ(GMP)માં કેવું છે પ્રદર્શન:

Jyoti CNC Automationના IPOનું ગ્રે માર્કેટમાં પ્રદર્શન શાનદાર રહ્યું. આ IPO આજે 100 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો આ જ સ્થિતિ લિસ્ટિંગ સુધી રહી તો કંપની શેર બજારમાં પહેલા દિવસે જ યોગ્ય રોકાણકારોને 30 ટકાનો ફાયદો આપી શકે છે. કંપનીની લિસ્ટિંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને જગ્યાએ થવાની છે. કંપનીએ IPOના માધ્યમથી 1,000 કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. કોઈ પણ રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ પર દાવ લગાવી શકે છે. ઉલ્લેખનીય છે કે IPOનો મહત્તમ 10 ટકા હિસ્સો જ ખુદરા રોકાણકારોને આપી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top