ગુજરાત સરકાર સાથે આ કંપનીની મોટી ડીલ, 52 વીક હાઇ પર પહોંચ્યા શેર, દમદાર 14 ટકાની તેજી

ગુજરાત સરકાર સાથે આ કંપનીની મોટી ડીલ, 52 વીક હાઇ પર પહોંચ્યા શેર, દમદાર 14 ટકાની તેજી

01/04/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત સરકાર સાથે આ કંપનીની મોટી ડીલ, 52 વીક હાઇ પર પહોંચ્યા શેર, દમદાર 14 ટકાની તેજી

ટોરેન્ટ પાવર લિમિટેડ (Torrent Power Ltd)ના શેર ગુરુવારે લગભગ 14 ટકા સુધી ચઢીને પોતાના 52 વીક હાઇના ઉચ્ચ સ્તર 1071.60 પર પહોંચી ગયા છે. Torrent Powerના શેરે એક વર્ષ દરમિયાન રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. જેણે 52 વીક લૉથી 148.69 ટકાનો ઉછાળો હાંસલ કર્યો છે. 30 જાન્યુઆરી 2023ના રોજ આ શેર 430.90 રૂપિયા પર હતા. પાવર કંપનીના શેરોમાં તોફાની તેજીનું કારણ ગુજરાત સરકાર સાથે મોટી ડીલ છે. Torrent Powerએ પોતાની ફાઈલિંગમાં જાણકારી આપી કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit)ના 10માં એડિશન હેઠળ ગુજરાત સરકાર (Government of Gujarat) સાથે નોન બિડિંગ MoUs સાઇન કર્યા છે. BSE ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું કે, Torrent Powerએ કુલ 47,350 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ રાખ્યો છે.


કેટલી એનર્જી ઉત્પન્ન કરવાનો પ્લાન:

કેટલી એનર્જી ઉત્પન્ન કરવાનો પ્લાન:

Torrent Power ગુજરાતમાં રિન્યૂએબલ એનર્જી (Renewable Energy), ગ્રીન હાઈડ્રોજન અને પાવર ડિસ્ટ્રિબ્યુશન (Power Distribution)ના એરિયામાં રોકાણ કરશે. કંપનીએ કહ્યું કે, આ પ્રકારના રોકાણથી રાજ્યમાં વધુ રોજગાર ઉત્પન્ન થવાની સંભાવના છે. 3,450 MW સોલર પાવર પ્રોજેક્ટ ઉત્પન્ન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બનાસકાંઠા, જામનગર, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાપિત થશે, જેમાં 30,650 કરોડ રૂપિયાનું પ્રસ્તાવિત રોકાણ છે.


કયા શહેરમાં કેટલું રોકાણ?

કંપની મુજબ બીજા MoUમાં બનાસકાંઠા જિલ્લામાં સ્થાપિત થનારી 7,000 મેગાવોટ સૌર સોલર પ્રોજેક્ટ માટે સૌર પાર્કના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટમાં 4,500 કરોડ રૂપિયાનું રોકાણ સામેલ છે. ત્રીજું MoU ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન ઍમોનિયા ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે છે. કુલ 7,200 કરોડ રૂપિયાના રોકાણ સાથે બનાસકાંઠામાં 100 KTPAની ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. કંપનીનું ચોથું MoU અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોમાં થશે.


લોંગ ટર્મમાં સારું રિટર્ન:

લોંગ ટર્મમાં સારું રિટર્ન:

Torrent Power લિમિટેડના શેર છેલ્લા 6 મહિના દરમિયાન 75 ટકા કરતાં વધુ ચઢ્યા છે. તો છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોક 294 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. વર્ષ 2006થી લઈને અત્યાર સુધી આ સ્ટોક 1,120 ટકા સુધી ચઢ્યો છે. એવામાં જોઈએ તો લોંગ ટર્મમાં આ સ્ટોકે સારું રિટર્ન આપ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top