ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયું IPLની મેચો સાથે જોડાયેલું આ કૌભાંડ, આટલા આરોપીઓની થઇ ધરપકડ, જાણો વ

ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયું IPLની મેચો સાથે જોડાયેલું આ કૌભાંડ, આટલા આરોપીઓની થઇ ધરપકડ, જાણો વિગતો

04/03/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયું IPLની મેચો સાથે જોડાયેલું આ કૌભાંડ, આટલા આરોપીઓની થઇ ધરપકડ, જાણો વ

ગુજરાતના સુરત શહેરમાં ઓનલાઈન IPLની નકલી ટિકિટ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. મુંબઈ સાયબર સેલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીની કરી ધરપકડ કરાઈ છે. આ ભેજાબાજો IPLની વેબસાઈટ જેવી જ નકલી વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા.


IPL મેચોની નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા

IPL મેચોની નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા

નકલી IPLની વેબસાઇટ બનાવી લોકોને છેતરતા લોકોને મુંબઇ સાયબર સેલે સુરતથી ઝડપી પાડ્યા છે. આ મામલે કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ નકલી વેબસાઇટ બનાવી ત્યાંથી IPL મેચોની નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા. ત્યારે મુંબઇ સાયબર સેલના રડારમાં આવતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. મુંબઈ સાયબર સેલ દ્વારા જ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ક્રિકેટ રસિયાઓમાં ખુબ જ ચર્ચિત એવી IPLની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઇ ગઈ છે. ત્યારે સમગ્ર દેશમાંથી ક્રિકેટના રસિકો ગ્રાઉન્ડમાં જઇને મેચ જોવા માટે ખુબ હોય છે. આ મેચની ટિકિટનું IPLની ઓફિશીયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ક્રિકેટ રસીકો લાંબી લાઇનોમાં ઉભા રહેવું ન પડે અને ઘરબેઠા ટિકિટ બુક કરાવી શકે તે માટે ઓનલાઇન બુકીગ થઇ રહ્યુ છે. ત્યારે આવા ભેજાબાજ ગઠિયાઓ પણ સક્રિય બનીને નકલી વેબસાઇટ બનાવી અને લોકો સાથે છેતરપિંડી શરૂ કરી હતી. જો કે મુંબઈ સાયબર સેલ દ્વારા સુરતમાં ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર સહિત 7 વ્યક્તિની ધરપકડ કરી દેવાય છે. આરોપીઓએ IPL ની વેબસાઈટ જેવી જ ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી લોકોને છેતર્યા હતા.


100મી T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર

100મી T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર

૨૨ માર્ચથી આઇપીએલની મેચો ચાલી રહી છે જેમાં ગઇકાલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ RCBના ખેલાડી વિરાટ કોહલીએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. વિરાટ કોહલી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેની 100મી T20 મેચ રમી હતી. આ રીતે વિરાટ કોહલી કોઈપણ ગ્રાઉન્ડ પર 100મી T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top