હવે લેપટોપ કે ડેસ્કટોપ પર Whatsapp ચલાવવું આસાન, કંપનીએ લોન્ચ કર્યું નવું વર્ઝન

હવે લેપટોપ કે ડેસ્કટોપ પર Whatsapp ચલાવવું આસાન, કંપનીએ લોન્ચ કર્યું નવું વર્ઝન

01/04/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

હવે લેપટોપ કે ડેસ્કટોપ પર Whatsapp ચલાવવું આસાન, કંપનીએ લોન્ચ કર્યું નવું વર્ઝન

ટેક્નોલોજી ડેસ્ક : લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપનો હવે લેપટોપ કે ડેસ્કટોપ કમ્પ્યુટરમાં પણ ખૂબ જ આસાનીની ઉપયોગ કરી શકાશે. કંપનીએ હવે Mac અને Windows માટે પણ વ્હોટ્સએપનું વર્ઝન લોન્ચ કરી દીધું છે. હવે લેપટોપ કે ડેસ્કટોપથી કામ કરતા લોકો વ્હોટ્સએપની એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરીને વ્હોટ્સએપ વાપરી શકશે. અગાઉની જેમ whatsapp webનો ઉપયોગ કરીને કનેક્શન મેળવવાની જરૂર નહીં રહે. પહેલાં ફક્ત એન્ડ્રોઇડ અને IOS ફોન યૂઝર્સ માટે જ એપ્લિકેશનની વ્યવસ્થા હતી.

વ્હોટ્સએપની આ નવી એપ્લિકેશનથી લેપટોપ અને ડેસ્કટોપ યૂઝર્સને ઘણો ફાયદો થશે. યૂઝર્સ વ્હોટ્સએપને લેપટોપ કે ડેસ્કટોપના ટાસ્કબારમાં પિન પણ કરી શકશે અને ત્યાંથી જ તેને લોગ-ઇન કે લોગ-આઉટ પણ કરી શકશે. કમ્પ્યુટર ઉપર વ્હોટ્સએપ ચલાવવા માટે અગાઉ સર્ચ બારમાં જઈને whatsapp web નો ઉપયોગ કરીને મોબાઇલ ફોન દ્વારા QR Code સ્કેન કરીને વ્હોટ્સએપ કનેક્ટ કરવું પડતું હતું તેવી ઝંઝટમાંથી હવે મુક્તિ મળશે. આ સાથે જ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ વ્હોટ્સએપ એપ્લિકેશનમાં મોબાઇલ એપની જેમ જ નોટિફિકેશન પણ મળશે.

વ્હોટ્સએપ તેના યૂઝર્સની સુવિધા માટે સતત નવા ફીચર્સ સાથે એપ અપડેટ કરતી રહે છે. કમ્પ્યુટર ઉપર કામ કરતા લોકો ઘણા વખતથી કમ્પ્યુટર માટેની જુદી એપ્લિકેશનની માગ કરતા હતા. આ માગને કંપનીએ આખરે પૂરી કરી છે. જેથી હવે વ્હોટ્સએપની એપ્લિકેશન કમ્પ્યુટરમાં ડાઉનલોડ કર્યા બાદ તેને ઇન્સ્ટોલ કરવાથી યુઝર પીસી કે લેપટોપમાં પણ વ્હોટ્સએપનો આસાનીથી ઉપયોગ કરી શકશે.

ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કેવી રીતે કરશો ?

  1. ગૂગલમાં Whatsapp Web લખીને સર્ચ કરો
  2. ત્યાર બાદ whatsapp web and desktop ઉપર ક્લિક કરો
  3. એક નવું પેજ ખુલશે જેમાં Download for Windows (64 Bit અથવા 32 Bit) ઉપર ક્લિક કરો
  4. ક્લિક કરતાં જ 164MBની Whatsapp Setup ફાઇલ કમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે
  5. આ સેટઅપ ફાઇલ ઉપર ક્લિક કરીને તેને ઇન્સ્ટોલ કરો
  6. વ્હોટ્સએપ ઇન્સ્ટોલ થયા બાદ તેમાં લોગ ઇન કરીને તેને વાપરી શકશો

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top