રણવીર સિંહના શક્તિમાન બનવાના સમાચારો પર કેમ અકળાયા મુકેશ ખન્ના, સોશિયલ મીડિયા પર કર્યા

રણવીર સિંહના શક્તિમાન બનવાના સમાચારો પર કેમ અકળાયા મુકેશ ખન્ના, સોશિયલ મીડિયા પર કર્યા હતા આવા પ્રહારો!? પછી જાતે જ હટાવ્યા!

03/19/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

રણવીર સિંહના શક્તિમાન બનવાના સમાચારો પર કેમ અકળાયા મુકેશ ખન્ના, સોશિયલ મીડિયા પર કર્યા

છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી છે કે, પ્રખ્યાત ટીવી શો શક્તિમાન પર બોલીવુડ એક ફિલ્મ બનવા જઈ રહ્યું છે. અને ઘણા મળતા અહેવાલો પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મમાં રણવીર સિંહ શક્તિમાનનો રોલ કરતાં જોવા મળશે. પરંતુ હજુ સુધી આ સમાચારની કોઈ દ્વારા ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી. આ દરમિયાન શક્તિમાનની ફિલ્મને લઈને ચાલી રહેલી અટકળોને ટાંકીને ટીવીના શક્તિમાન એટલે કે, મુકેશ ખન્નાએ એક વીડિયો બનાવીને રણવીર સિંહ પર નિશાન સાધી રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે મુકેશ ખન્નાએ પોતાની તે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને યુટ્યુબ વીડિયો હટાવી દીધો છે.


રણવીર સિંહ શક્તિમાન બનશે?

રણવીર સિંહ શક્તિમાન બનશે?

મુકેશ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર શક્તિમાનને લઈને ચાલી રહેલા સમાચારો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું હતું કે, સોશિયલ મીડિયા મહિનાઓથી અફવા ચાલી રહી છે કે રણવીર સિંહ શક્તિમાન બનશે. તેણે દાવો કર્યો હતો કે, આ સમાચારોથી દરેક નારાજ છે. પણ હવે તે વિડીઓ ન તો યુટ્યુબ પર કે ન તો ઇન્સ્ટાગ્રામ પર દેખાય રહ્યો છે.  જેમાં તેણે રણવીર સિંહ પર પણ પ્રહારો કર્યા હતા.

મુકેશ ખન્નાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “હું ચૂપ રહ્યો હતો. પરંતુ જ્યારે ચેનલ દ્વારા પણ રણવીર સિંહને સાઈન કર્યા હોવાની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે મારે મોઢું ખોલવું પડ્યું છે. અને તેથી મેં કહ્યું કે, આવી ઇમેજ ધરાવતો વ્યક્તિ ગમે તેટલો મોટો સ્ટાર હોય, તે શક્તિમાન નથી બની શકતો.


મુકેશ ખન્નાએ અન્ય લોકોને પર પણ નિશાન સાધ્યું

મુકેશ ખન્નાએ અન્ય લોકોને પર પણ નિશાન સાધ્યું

મુકેશ ખન્નાએ પોતાના યુટ્યુબ વીડિયોમાં રણવીર પર પ્રહારો કર્યા હતા. સાથે રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટનો ઉલ્લેખ કરીને તેણે તેના પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, જો તેને આ બધું ગમતું હોય તો તેણે કોઈ બીજા દેશમાં જતા રહેવું જોઈએ. આ સિવાય મુકેશ ખન્નાએ એવા લોકો પર પણ નિશાન સાધ્યું હતું  જેમણે રણવીરના ફોટોશૂટને સપોર્ટ કર્યું હતું.

 


રણવીર સિંહ સુપરહીરો ફિલ્મ બનાવી રહ્યો છે

રણવીર સિંહ સુપરહીરો ફિલ્મ બનાવી રહ્યો છે

જો કે, શક્તિમાનને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ અપડેટ કરવામાં આવ્યું નથી. શક્તિમાન પર ફિલ્મ બની રહી છે કે નહીં તે અંગે હાલ તો કંઈ કહી શકાય નહીં. પરંતુ હા, એ વાત ચોક્કસ છે કે, રણવીર સિંહ મિનલ મુરલી ડિરેક્ટર બાસિલ જોસેફ સાથે સુપરહીરો ફિલ્મ બનાવી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે,  બાસિલે સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. આ એક્શન કરતાં વધુ ઈમોશનલ ફિલ્મ હશે. જો કે, આ ફિલ્મમાં રણવીર સુપરહીરોની જેમ ઉડાન ભરતો હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top