જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવા આવશે AFSPA' સેનાની પણ થશે....!જાણો આખરે શું છે આ કાયદો?

જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવા આવશે AFSPA' સેનાની પણ થશે....!જાણો આખરે શું છે આ કાયદો?

03/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવા આવશે AFSPA' સેનાની પણ થશે....!જાણો આખરે શું છે આ કાયદો?

મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે AFSPA હટાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી છે. એક મીડિયા ગ્રુપને આપેલા એક ઈન્ટરવ્યુમાં શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી સેના પાછી ખેંચી લેવામાં આવશે અને અહીંની કાયદો અને વ્યવસ્થા જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવશે.


જમ્મુ-કાશ્મીરમાં આ મહિનામાં ચુંટણી

જમ્મુ-કાશ્મીરમાં આ મહિનામાં ચુંટણી

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને શાહે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીની સ્થાપના એ વડાપ્રધાન મોદીનું વચન છે અને તે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે આ લોકશાહી હશે અને માત્ર ત્રણ પરિવારો સુધી મર્યાદિત નહીં રહે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર પહેલા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે.


કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે- અમિત શાહે

કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે- અમિત શાહે

શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રોથી દૂર રહેવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે અમે કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરીશું, એવા સંગઠનો સાથે નહીં કે જેમના મૂળ પાકિસ્તાનમાં છે. તેઓ 40 હજાર યુવાનોના મોત માટે જવાબદાર છે. શાહે કહ્યું કે કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે વડાપ્રધાન મોદી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકારે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ 12 સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો. 36 લોકોને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. ટેરર ફાઇનાન્સિંગને રોકવા માટે, 22 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે અને 150 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 90 પ્રોપર્ટી પણ એટેચ કરવામાં આવી છે અને 134 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.


શું છે AFSPA ? ક્યારે બન્યો હતો આ કાયદો ?

શું છે AFSPA ? ક્યારે બન્યો હતો આ કાયદો ?

AFSPA સુરક્ષા દળોને અમર્યાદિત સત્તા આપે છે. સુરક્ષા દળો કોઈની પણ વોરંટ વગર ધરપકડ કરી શકે છે, બળનો ઉપયોગ કરી શકે છે અથવા તો કોઈને ગોળી મારી શકે છે. જોકે બળનો ઉપયોગ કરતા પહેલા અને ગોળીબાર કરતા પહેલા ચેતવણી આપવી જરૂરી છે. જો સુરક્ષા દળો ઈચ્છે તો તેઓ કોઈપણને રોકીને તલાશી લઈ શકે છે.

આ કાયદા હેઠળ સુરક્ષા દળોને કોઈના પણ ઘર કે પરિસરમાં તલાશી લેવાનો અધિકાર મળે છે. જો સુરક્ષા દળોને લાગે છે કે, આતંકવાદીઓ અથવા તોફાનીઓ કોઈ મકાન કે ઈમારતમાં છુપાયેલા છે તો તેઓ તેને પણ તોડી શકે છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી સુરક્ષા દળો સામે કોઈ કેસ કે કાયદાકીય કાર્યવાહી થઈ શકે નહીં.આ કાયદો 11 સપ્ટેમ્બર 1958ના રોજ બનાવવામાં આવ્યો હતો. તે સૌપ્રથમ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top