ભાજપને એક સાથે બે ઝટકા..! રંજન ભટ્ટ પછી સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે પણ ચૂંટણી લડવા કર્યો ઈનકાર..!

ભાજપને એક સાથે બે ઝટકા..! રંજન ભટ્ટ પછી સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે પણ ચૂંટણી લડવા કર્યો ઈનકાર..!

03/23/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભાજપને એક સાથે બે ઝટકા..! રંજન ભટ્ટ પછી સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે પણ ચૂંટણી લડવા કર્યો ઈનકાર..!

Lok Sabha Elections 2024 : વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની મનાઇ કર્યા બાદ હવે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ચૂંટણી લડવા મનાઈ કરી છે.


ભાજપના મહામંત્રી પદ ધરાવે

ભાજપના મહામંત્રી પદ ધરાવે

ભાજપે બીજી યાદી પસંદ કરતા રાજ્યની 7 બેઠકોના ઉમેદવારોને પસંદ કર્યા હતા. જેમાં સાબરકાંઠાના વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની ટિકિટ કાપી હતી. દિપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.

ભીખાજી દુધાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ પણ ધરાવે છે.


દિપસિંહ રાઠોડ 2 ટર્મ રહ્યા સાંસદ

દિપસિંહ રાઠોડ 2 ટર્મ રહ્યા સાંસદ

વર્તમાન સાંસદને ટિકિટ કાપીને ભીખાજી ઠાકોરને ભાજપે ઉમેદવાર પસંદ કર્યા હતા. વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડ 2 ટર્મથી ભાજપના સાંસદ તરીકે રહ્યા છે. તેઓ વર્ષ 2014માં પ્રથમ વાર ઠાકોર સમીકરણ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે 2019માં તેઓને રિપિટ કરવામાં આવ્યા હતા.  જો કે તેમને પડતા મુકીને ભાજપે આ વખતે નવા ચહેરા એટલે કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી.


રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી

રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી

સોશિયલ મીડિયા પર મુકેલા મેસેજ અંગે રંજનબેન ભટ્ટે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે મને અને ભાજપને બદનામ કરવામાં આવી રહ્યું છે તે જોતા ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું મને દસ વર્ષ સુધી પાર્ટી એ તક આપી અને હવે મારા પર વિશ્વાસ રાખી ત્રીજી વખત પણ લોકસભાની ટિકિટ આપી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મારે કારણે જો ભાજપની બદનામી થતી હોય તે અયોગ્ય છે તેને સાથે સાથે મારા કેટલાક અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે.

રંજનબેનની આ જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીમાં કંઈ ખુશી કહી ગમ નો માહોલ સર્જાયો છે અને કાર્યકર્તાઓ જેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા તેઓ ખુશ થયા છે જ્યારે રંજનબેનના ટેકેદારોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે રંજનબેનની આ જાહેરાતથી તેમના ટેકેદારો તેમના નિવાસ્થાને પહોંચી ગયા હતા અને નારાજગી વ્યક્ત કરતા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top