અરવિંદ કેજરીવાલે કોર્ટમાં ED પર લગાવ્યા ગંભીર આક્ષેપો, કહ્યું - ભાજપ સાથે સંકળાયેલા લોકોની સાક્

અરવિંદ કેજરીવાલે કોર્ટમાં ED પર લગાવ્યા ગંભીર આક્ષેપો, કહ્યું - ભાજપ સાથે સંકળાયેલા લોકોની સાક્ષીએ મારી...., જાણો વિગતો

04/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

અરવિંદ કેજરીવાલે કોર્ટમાં ED પર લગાવ્યા ગંભીર આક્ષેપો, કહ્યું - ભાજપ સાથે સંકળાયેલા લોકોની સાક્

આજે દિલ્હી દારૂ કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા સીએમ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. જેમાં તેમણે EDના આરોપો પર જવાબ આપતાં કહ્યું હતું કે, EDના ચારેય સાક્ષીઓ ભાજપ સાથે સંકળાયેલા છે. ભાજપે હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી પુરાવા તરીકે રજુ કરી હતી.


ચાર સાક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો

ચાર સાક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો

અરવિંદ કેજરીવાલ દ્વારા જે ચાર સાક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં એક ભાજપ સમર્થિત  લોકસભા ઉમેદવાર મંગુતા શ્રીનિવાસન રેડ્ડી,  કથિત લીકર પોલિસી કૌભાંડમાં ભાજપને 60 કરોડ દાન આપનારા શરથ રેડ્ડી, ભાજપના ગોવાના એક સિનિયર નેતા તથા પ્રમોદ સાવંતના ખાસ સત્ય વિજય અને ગોવાના સીએમ અને પ્રચાર મેનેજમેન્ટની નજીકના વ્યક્તિના નિવેદનનો સમાવેશ થાય છે.

કેજરીવાલે કહ્યું હતું કે, આ તમામ લોકોના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા EDએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. હવે કેજરીવાલે પણ આ મામલે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ અને ન્યાયિક કસ્ટડીને પડકારી હતી.


કેજરીવાલની અરજીમાં કોઈ યોગ્યતા નથી

કેજરીવાલની અરજીમાં કોઈ યોગ્યતા નથી

સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીને 24 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. જ્યારે સીએમ કેજરીવાલને  27મી એપ્રિલ સુધીમાં કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવાનું કહ્યું હતું. EDની એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલની અરજીમાં કોઈ યોગ્યતા નથી. તપાસમાં તેમના અસહકારના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તેમની કસ્ટડી ૭મી મે સુધી લંબાવાઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top