CA બનવાનું સપનું જોતાં ઉમેદવારો માટે સારા સમાચાર..' ICAI વર્ષમાં 3 વખત આ પરીક્ષાઓનું આયોજન કરી

CA બનવાનું સપનું જોતાં ઉમેદવારો માટે સારા સમાચાર..' ICAI વર્ષમાં 3 વખત આ પરીક્ષાઓનું આયોજન કરી શકે!જાણો સમગ્ર માહિતી?

03/08/2024 Education

SidhiKhabar

SidhiKhabar

CA બનવાનું સપનું જોતાં ઉમેદવારો માટે સારા સમાચાર..' ICAI વર્ષમાં 3 વખત આ પરીક્ષાઓનું આયોજન કરી

CA Foundation Intermediate Exam: સીએ બનવાનું સપનું જોતાં ઉમેદવારો માટે આ સમાચાર ખાસ કામના છે. હવે સીએની પરીક્ષા વર્ષમાં ત્રણ વખત આયોજિત થશે. માહિતી અનુસાર સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરની પરીક્ષા ICAI વર્ષમાં ત્રણ વખત આયોજિત કરશે. ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) ના સભ્ય ધીરજ ખંડેલવાલે તેમના ટ્વિટર હેન્ડલ પર આ અંગે માહિતી શેર કરી હતી. 


નવી ગાઈડલાઈન્સ વિશે કરી ટ્વિટ

નવી ગાઈડલાઈન્સ વિશે કરી ટ્વિટ

સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરની પરીક્ષા ICAI વર્ષમાં ત્રણ વખત આયોજિત કરશે. નવી ગાઈડલાઈન્સ વિશે જણાવતાં ધીરજે ટ્વિટમાં લખ્યું કે સીએ ફાઉન્ડેશન અને સીએ ઈન્ટર લેવલ માટે વર્ષમાં ત્રણ વખત સીએની પરીક્ષા શરૂ કરાવી સીએના વિદ્યાર્થીઓની તરફેણમાં ફાયદાકારક પરિવર્તન લાવવા માટે આઈસીએઆઈએ સ્વાગત યોગ્ય પગલું ભર્યું છે. જોકે સત્તાવાર વેબસાઈટ icai.org પર અત્યાર સુધી આ અંગે કોઈ અપડેટ્સ નથી પરંતુ જલદી જ આ અંગે કોઈ અપડેટ આવી શકે છે. 



વર્ષમાં ત્રણ વખત યોજાશે પરીક્ષા

વર્ષમાં ત્રણ વખત યોજાશે પરીક્ષા

અત્યાર સુધી સીએ ફાઉન્ડેશન અને સીએ ઈન્ટરમીડિયેટની પરીક્ષા વર્ષમાં બે વખત યોજાતી હતી પણ હવે ઉમેદવારો પાસે ત્રણ તક હશે. આ નોટિસ અંગે આગળની અપડેટ ICAI દ્વારા જલદી જ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી શકે છે. 


સીએ બનવાની પ્રોસેસ શું છે?

સીએ બનવાની પ્રોસેસ શું છે?

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે ઉમેદવારે સૌથી પહેલા આઈસીએઆઈ ફાઉન્ડેશનની પરીક્ષા આપવી પડે છે. આ સીએ બનવાનું પ્રથમ સ્ટેપ છે. આ પરીક્ષા 12 પાસ કર્યા બાદ આપી શકાય છે. ફાઉન્ડેશન દ્વારા એક્ઝામ ક્લિયર કર્યા બાદ બીજું સ્ટેપ છે સીએ ઈન્ટરમીડિયેટ. આ પરીક્ષા બે ગ્રૂપમાં યોજાય છે અને દરેક ગ્રૂપમાં 4 વિષયની પરીક્ષા યોજાય છે. ઈન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કર્યા બાદ છેલ્લું સ્ટેપ છે સીએ ફાઈનલ. આ ફાઈનલ પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવાર પાસે સીએનું ટેગ આવી જાય છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top