Google Nearbyના નામમાં કરશે ફેરાફાર, જાણો શું હશે નવું નામ

Google Nearbyના નામમાં કરશે ફેરાફાર, જાણો શું હશે નવું નામ

12/30/2023 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

Google Nearbyના નામમાં કરશે ફેરાફાર, જાણો શું હશે નવું નામ

Google પોતાના ફીચર્સમાં સમય સાથે બદલાવ કરતી રહે છે. હવે ફરી એક વખત કંપની પોતાના ફીચર્સ મોટો બદલાવ કરવા જઇ રહી છે. હવે કંપની પોતાના વધુ એક ફીચરમાં મોટો બદલાવ કરવા જઇ રહી છે. અહી સુધી કે આ ફીચર સમાપ્ત થઈ જશે. આ અગાઉ પણ ટેક જાયન્ટ એવા બદલાવ કરી ચૂકી છે. હવે ‘Nearby’ને લઈને સમાચાર સામે આવ્યા છે.


Nearbyનું નામ બદલીને ‘Quick Share’ કરશે કંપની

હવે કંપનીએ નિર્ણય લીધો છે કે તે Nearbyનું નામ બદલશે. Google આ ફીચરનું નામ બદલીને ‘Quick Share’ કરી દેશે. કંપનીનું માનવું છે કે તેની મદદથી યુઝર્સને ફીચર બાબતે જાણવામાં ખૂબ સરળતા થશે. સાથે જ પોપ્યુલર પણ થયું નથી તો તે ખૂબ સરળ પણ થઈ જશે. સ્માર્ટફોન અપડેટ કર્યા બાદ નવા નામ સાથે આ ફીચર નજરે પડશે. આ ફીચર ફોટો અને વીડિયો શેર કરવા માટે ઓળખાય છે. તેની મદદથી તમે કોઈ ડોક્યુમેન્ટને પણ શેર કરી શકો છો, પરંતુ હવે તેમાં ઘણા બદલાવ કરવામાં આવી રહ્યા છે, જે બીજી વખત થઈ રહ્યા છે. આ અગાઉ પણ Google પોતાના આ શેરિંગ ફિચરના નામમાં બદલાવ કરી ચૂકી છે. Googleને આશા હતી કે Airdrop અને Shareit જેટલું પોપ્યુલર થઈ જશે, પરંતુ એવું ન થઈ શક્યું.


Google અપડેટમાં મળશે આ ફીચર:

Google અપડેટમાં મળશે આ ફીચર:

Google પ્લે સર્વિસિસ એપના વર્ઝન 23.50.13ના નવા અપડેટમાં તેની જાણકારી મળી છે. તેમાં Quick Share નામથી આ ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરનો લોગો પણ ચેન્જ કરી દેવામાં આવ્યો છે. તેનો એક સ્ક્રીન શૉટ પણ સામે આવ્યો છે. તેનાથી સ્પષ્ટ થયું કે તેના ડેશબોર્ડ ઈન્ટરફેસ, સેંડિંગ સ્ક્રીન અને ક્વીક સેટિંગમાં ખૂબ બદલાવ થયો છે. સમસંગ પણ પોતાના સ્માર્ટફોનમાં આ નામનો ઉપયોગ કરે છે. જો કે, અત્યાર સુધી તેની કોઈ જાણકારી નથી કે, તેમાં શું શું બદલાવ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top