જેલમાં બંધ ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને ઝટકો: PMLA કોર્ટે વચગાળાના જામીન આપવાનો કર્યો ઈનકાર;

જેલમાં બંધ ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને ઝટકો: PMLA કોર્ટે વચગાળાના જામીન આપવાનો કર્યો ઈનકાર;આ કારણે જામીન માંગ્યા હતા

04/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

જેલમાં બંધ ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને ઝટકો: PMLA કોર્ટે વચગાળાના જામીન આપવાનો કર્યો ઈનકાર;

Jharkhand Land Scam Case: ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન PMLA કોર્ટે વચગાળાના જામીનની તેમની અરજી નામંજૂર કરી દીધી છે. ઝારખંડના પૂર્વ સીએમને વચગાળાના જામીન નથી મળ્યા. રાંચીની સ્પેશિયલ PMLA કોર્ટે જમીન કૌભાંડ મામલે જેલમાં બંધ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને વચગાળાના જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. 


આ કારણે જામીન માંગ્યા

આ કારણે જામીન માંગ્યા

JMMના અધ્યક્ષ શિબુ સોરેનના મોટા ભાઈ રાજારામ સોરેનનું શનિવારે સવારે તેમના રાંચીના નિવાસસ્થાને નિધન થઈ ગયુ છે. શિબુ સોરેનના મોટા ભાઈ રાજારામ સોરેન લાંબા સમયથી બીમાર હતા. હેમંત સોરેને આજે જ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે, તેમના કાકા રાજારામ સોરેનનું 27 એપ્રિલના રોજ નિધન થઈ ગયુ છે. તેમને તેમના કાકાના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે. તેના માટે તેમણે 13 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. તેના પર સુનાવણી કરતા કોર્ટે તેમને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. 


આ મામલે ED દ્વારા હેમંત સોરેન ધરપકડ

આ મામલે ED દ્વારા હેમંત સોરેન ધરપકડ

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ કથિત જમીન કૌભાંડ મામલે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેન હાલ રાંચીની બિરસા મુંડા હોટવાર જેલમાં બંધ છે. EDએ હેમંત સોરેન સામે બડગાઈ અંચલના 8.5 એકર જમીનની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ મામલે કાર્યવાહી કરી હતી. આ મામલે કેટલાક અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top