ભારતમાં YouTube પર મોટી કાર્યવાહી.'22 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા! જાણો કયા પ્રકારના વીડ

ભારતમાં YouTube પર મોટી કાર્યવાહી.'22 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા! જાણો કયા પ્રકારના વીડિયો હટાવાયા?

03/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભારતમાં YouTube પર મોટી કાર્યવાહી.'22 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા! જાણો કયા પ્રકારના વીડ

YouTube : લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ સમગ્ર વિશ્વમાં મોટી કાર્યવાહી કરી છે અને 90 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે. સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી હતી જ્યાં YouTube પરથી 22.5 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા હતા. ગૂગલે યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે આ કાર્યવાહી કરી છે. આ આંકડા ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 વચ્ચેના છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં વીડિયોને હટાવવાની માહિતી આપી છે.


ગૂગલના ટ્રાન્સપરન્સી રિપોર્ટ મુજબ

ગૂગલના ટ્રાન્સપરન્સી રિપોર્ટ મુજબ

ગૂગલના ટ્રાન્સપરન્સી રિપોર્ટ મુજબ ગયા વર્ષે ઓક્ટોબર અને ડિસેમ્બર દરમિયાન કુલ 30 દેશોમાંથી સૌથી વધુ વીડિયો ભારતમાંથી હટાવવામાં આવ્યા હતા. આ પછી બીજા સ્થાને સિંગાપુર છે. જ્યાં 12.4 લાખ વીડિયો પર કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકા 7.8 લાખ વીડિયો સાથે ત્રીજા સ્થાને છે. આ વીડિયોને YouTube ના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દૂર કરવામાં આવી છે.

30 દેશોની યાદીમાં ઈરાક 41,176 વીડિયો રિમૂવલ સાથે છેલ્લા સ્થાને છે. યુટ્યુબના રિપોર્ટ અનુસાર 51.51 ટકા વીડિયો ત્યારે જ દૂર કરવામાં આવ્યા જ્યારે કોઈએ તેને જોયો ન હતો એટલે કે તેને શૂન્ય વ્યૂઝ મળ્યા હતા. 1 થી 10 વ્યુઝ સાથેના વીડિયોનો ભાગ 26.43 ટકા હતો. આ સિવાય 1.25 ટકા એવા વીડિયો હતા જેને 10,000થી વધુ વ્યૂઝ મળ્યા હતા.


આ પ્રકારના વીડિયો હટાવાયા

આ પ્રકારના વીડિયો હટાવાયા

સૌથી વધુ સંખ્યામાં હાનિકારક અને ખતરનાક વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે. આ કેટેગરીમાં કુલ ડિલીટ થયેલા વીડિયોમાં 39.2 ટકા હિસ્સો છે. આ પછી બાળકોની સુરક્ષાનું પાલન ન કરવાને કારણે ડિલીટ કરવામાં આવેલા વીડિયોનો 32.4 ટકા હતો. 7.5 ટકા હિંસક અને 5.5 ટકા ન્યૂડ વીડિયો હટાવ્યા છે.

Google ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર 2023 સ્પૈમ કંટેટના કારણે 20 મિલિયનથી વધુ YouTube ચેનલો પણ કાઢી નાખવામાં આવી છે.જેમાં કૌભાંડો, ગેરમાર્ગે દોરનાર મેટાડેટા અથવા થંબનેલ, વીડિયો અને ટિપ્પણીનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top