ચૈત્ર નવરાત્રીના પહેલા જ દિવસે શેરબજારે નવો રેકોર્ડ સર્જ્યો, આટલા શેર ગ્રીન નિશાન પર ખૂલ્યા!

ચૈત્ર નવરાત્રીના પહેલા જ દિવસે શેરબજારે નવો રેકોર્ડ સર્જ્યો, આટલા શેર ગ્રીન નિશાન પર ખૂલ્યા!

04/09/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ચૈત્ર નવરાત્રીના પહેલા જ દિવસે શેરબજારે નવો રેકોર્ડ સર્જ્યો, આટલા શેર ગ્રીન નિશાન પર ખૂલ્યા!

Market Updates : આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે નવો રેકોર્ડ સર્જ્યો છે. ત્યારે આજે જ્યારે ભારતમાં હિન્દુનું નવું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે ચૈત્ર નવરાત્રીના પહેલા જ દિવસે આજે સેન્સેક્સ 75,124.28 પોઈન્ટ પર ખુલીને નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે.આ ઉપરાંત


શેરબજારે નવો રેકોર્ડ સર્જ્યો

શેરબજારે નવો રેકોર્ડ સર્જ્યો

આજે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના સેન્સેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને પ્રથમ વખત 75,000ના આંકને રેકોર્ડ સ્તરને પાર કર્યો હતો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઈન્ડેક્સ પણ જેટની સ્પીડે આગળ વધ્યો હતો અને 22,700ની નવી ટોચે પહોંચ્યો હતો.


ગ્રીન નિશાન પર ખૂલ્યા આ શેર

ગ્રીન નિશાન પર ખૂલ્યા આ શેર

શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે, જ્યારે 1,662 શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, ત્યાં 584 શેર્સ એવા હતા જે ઘટાડા સાથે શરૂ થયા હતા અને રેડ નિશાનમાં ખુલ્યા હતા. 97 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જો આપણે સેન્સેક્સ વિશે વાત કરીએ તો 15 મિનિટના ટ્રેડિંગ પછી, આ ઇન્ડેક્સ તેના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો અને 281.85 પોઇન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 75,024.35ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.


મજબૂતી સાથે ટ્રેડિંગ શરુ થયું

મજબૂતી સાથે ટ્રેડિંગ શરુ થયું

આજે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં મજબૂતી સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. બીએસઈ સેન્સેક્સે સવારે 9.15 વાગ્યે પ્રથમ વખત 75000નો આંકડો પાર કર્યો અને 75,124.28 પર ખુલીને તેના સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 74,742.50 ના સ્તર પર બંધ થયો હતો. NSE નિફ્ટી પણ ખુલતાંની સાથે જ નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ આજે 22,765.10ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. NSEનો આ ઇન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે 22,666.30ના સ્તર પર બંધ થયો હતો.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top