BRC ભવન, ઓલપાડ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓની તપાસ અને સાધન સહાય વિતરણનો કેમ્પ યોજાઈ ગયો

BRC ભવન, ઓલપાડ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓની તપાસ અને સાધન સહાય વિતરણનો કેમ્પ યોજાઈ ગયો

02/17/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

BRC ભવન, ઓલપાડ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓની તપાસ અને સાધન સહાય વિતરણનો કેમ્પ યોજાઈ ગયો

તા. ૧૭ ફેબ્રુઆરી, સુરત: દિવ્યાંગ બાળકોને બોજ સમજવાને બદલે જો યોગ્ય રીતે એમનો ઉછેર કરવામાં આવે અને અન્ય નોર્મલ બાળકોની જેમ એમને પણ યોગ્ય અભ્યાસની તકો પૂરી પાડવામાં આવે, તો આ દિવ્યાંગ બાળકો પણ દેશના સારા નાગરિક બની શકે છે. આ માટે જ ભારત સરકારે સર્વ શિક્ષણ અભિયાન હેઠળ દિવ્યાંગ બાળકોના શિક્ષણની સાથે સાથે સ્વાસ્થ્ય તપાસની પણ વ્યવસ્થા કરી છે. આવો જ એક કાર્યક્રમ ઓલપાડ ખાતે યોજાઈ ગયો.


આજ રોજ સમગ્ર શિક્ષા IED યુનિટ સુરત પ્રેરિત BRC ભવન ઓલપાડ આયોજિત તાલુકા ઓલપાડ અને ચોર્યાસી ના દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ અને સાધન સહાય વિતરણ કેમ્પ ઓલપાડ BRC ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં એલિમકોના તજજ્ઞ ડોકટર શ્રી દ્વારા 128 દિવ્યાંગ બાળકો ની તપાસ કરવામાં આવી અને 98 દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું તેમજ પ્રથમ વાર એસેસમેન્ટમાં આવેલા દિવ્યાંગ બાળકોની ખૂબ ઝીણવટ પૂર્વક તપાસણી કરવામાં આવી આ કાર્યક્રમ માં ઓલપાડ તાલુકાના BRC સાહેબ બ્રીજેશભાઈ ,જિલ્લા IED કોઓર્ડીનેટર હરેશભાઈ ગલસર સાહેબ તેમજ વિશિષ્ટ શિક્ષક શ્રીઓ નીતાબેન, દિલીપભાઈ, મિલનભાઈ, બળવંતભાઈ અને વિપુલ દેસાઈ હાજર રહ્યા હતા અને આનુષાંગિક કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિપુલ જે. દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top