ભાજપની છઠ્ઠી યાદીમાં સૌથી વધુ નવા ચહેરા..!જાણો અત્યાર સુધી કેટલા ઉમેદવારો ઉતાર્યા રણમાં, કેટલાન

ભાજપની છઠ્ઠી યાદીમાં સૌથી વધુ નવા ચહેરા..!જાણો અત્યાર સુધી કેટલા ઉમેદવારો ઉતાર્યા રણમાં, કેટલાના પત્તા કપાયાં તો કેટલા થયા રિપીટ?

03/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપની છઠ્ઠી યાદીમાં સૌથી વધુ નવા ચહેરા..!જાણો અત્યાર સુધી કેટલા ઉમેદવારો ઉતાર્યા રણમાં, કેટલાન

Lok Sabha Elections 2024: ભાજપની છઠ્ઠી યાદીમાં વધુ ત્રણ સાંસદોની ટિકિટ કપાઇ હતી. હજુ સુધી ભાજપે દસ મંત્રીઓ સહિત કુલ 103 સાંસદોના પત્તાં કાપી નાખ્યા છે. 2019ની ચૂંટણીમાં પાર્ટીએ 119 સાંસદોને ટિકિટ આપી હતી. આ વખતે ભાજપે માત્ર ઓછા લોકપ્રિય સાંસદોને જ નહીં પરંતુ પોતાના વિવાદિત નિવેદનોથી વિવાદો સર્જનારાઓથી પણ કિનારો કરી લીધો છે.


લોકસભાના ઉમેદવારોની છ યાદી જાહેર

લોકસભાના ઉમેદવારોની છ યાદી જાહેર

આ તરફ ભાજપે અત્યાર સુધીમાં લોકસભાના ઉમેદવારોની છ યાદી જાહેર કરી છે. જેમાં 405 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમાં ભાજપે તેના 89 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. એવા 11 નેતાઓ છે જેમણે થોડા મહિના પહેલા જ સંસદ સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે કારણ કે તેમને વિધાનસભાની ચૂંટણી લડવાની ફરજ પડી હતી. ચૂંટણી જીત્યા બાદ તેઓ ધારાસભ્ય છે અને હરિયાણામાં સાંસદને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.


ઉમેદવારો ઉતાર્યા લોકસભાના રણમાં

ઉમેદવારો ઉતાર્યા લોકસભાના રણમાં

અત્યાર સુધીમાં એટલી મહિલા ઉમેદવાર

ભાજપે અત્યાર સુધીમાં 66 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોના નામ હતા જેમાં 28 મહિલાઓ છે. બીજી યાદીમાં 75 ઉમેદવારોમાંથી 15 મહિલા, ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોમાંથી કોઈ મહિલા નથી, ચોથી યાદીમાં 15 ઉમેદવારોમાંથી 2 મહિલા અને પાંચમી યાદીમાં 111 ઉમેદવારોમાંથી 20 મહિલા છે. છઠ્ઠી યાદીમાં ત્રણ નામોમાં એક મહિલા છે.

દિલ્હીના સાતમાંથી સાંસદોની ટિકિટ રદ

દિલ્હીના સાતમાંથી છ સાંસદોની ટિકિટ રદ કરી છે. ઉત્તરાખંડમાં પાંચમાંથી 2 સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે. રાજસ્થાનમાં 8 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે, જેમાંથી 3 ધારાસભ્યો બની ચૂક્યા છે. આસામમાં 9 સાંસદોમાંથી 5 અને ગુજરાતમાં 26માંથી 15 સાંસદોની ટિકિટ રિજેક્ટ કરવામાં આવી છે. ઝારખંડમાં 11માંથી 5 સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે અને ત્રિપુરામાં બંને બેઠકો પર વર્તમાન સાંસદોને ટિકિટ આપવામાં આવી નથી.

હરિયાણામાં ટિકિટ કાપવામાં આવી

હરિયાણામાં પણ 3 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે, એક સાંસદ પહેલાથી જ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે અને એકને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કર્ણાટકના 25માંથી 12 સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે. ઓડિશામાં 4 અને બિહારમાં 3 સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે.ભાજપે કર્ણાટકમાં તેના વર્તમાન સાંસદ શોભના કરંદલાજે અને પશ્ચિમ બંગાળમાં વર્તમાન સાંસદ દેબશ્રી ચૌધરી અને દિલીપ ઘોષની બેઠકો બદલી છે.

અન્ય ઉમેદવારો ને આપી ટીકીટ

બસપા છોડીને આવેલા રિતેશ પાંડેને યુપીના આંબેડકર નગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની પત્ની અને કોંગ્રેસ સાંસદ ગીતા કોડા થોડા દિવસો પહેલા જ ભાજપમાં જોડાઈ છે. તેમને ચાઈબાસાથી ટિકિટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ બીઆરએસમાંથી ભાજપમાં જોડાયા હતા. પાટીલને તેલંગાણાની ઝહીરાબાદ બેઠક પરથી પણ ટિકિટ આપવામાં આવી છે.

મંત્રી અને અપક્ષ ધારાસભ્ય

રણજીત ચૌટાલાને હરિયાણાના હિસારથી ટિકિટ આપવામાં આવી છે. ચૌટાલા હાલમાં હરિયાણા સરકારમાં મંત્રી અને અપક્ષ ધારાસભ્ય છે. ટિકિટની જાહેરાતના કલાકો પહેલા જ તેઓ ભાજપમાં જોડાયા હતા. કુરક્ષેત્રના પૂર્વ સાંસદ નવીન જિંદાલને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પણ ટિકિટ જાહેર થયાના અડધા કલાક પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. એ જ રીતે માત્ર અડધો કલાક પહેલાં જ ભાજપમાં જોડાયેલા વરપ્રસાદ રાવને તિરુપતિથી ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top