ગુજરાતમાં આચારસંહિતા ભંગની આટલી ફરિયાદો, ચુંટણી પંચના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્ક્વોર્ડસ્ સક્રિય,

ગુજરાતમાં આચારસંહિતા ભંગની આટલી ફરિયાદો, ચુંટણી પંચના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્ક્વોર્ડસ્ સક્રિય, આટલા કરોડની સામગ્રીઓ કરાઈ જપ્ત! જાણો

03/28/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં આચારસંહિતા ભંગની આટલી ફરિયાદો, ચુંટણી પંચના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્ક્વોર્ડસ્ સક્રિય,

દેશમાં લોકસભાની ચુંટણીની જાહેરાત થતા જ ઠેરઠેર આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ચૂંટણી પંચના માર્ગદર્શન પ્રમાણે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા બનાવવામાં આવેલી વિવિધ સ્ક્વોર્ડ્સએ તેની કામગીરી શરૂ કરી દીધી છે, જેને અત્યાર સુધી રાજ્યમાં રોકડ, દારૂ, સોનું-ચાંદી અને ચરસ સહિત 42.62 કરોડની સામગ્રીઓ જપ્ત કરી છે. બીજી તરફ આચાર સંહિતા ભંગની પણ 4000 જેટલી ફરિયાદો પંચને પ્રાપ્ત થઇ છે.


રાજ્યમાં 756 ફ્લાઇંગ સ્ક્વોર્ડ સક્રિય

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફલાઈગ સ્ક્વોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં 1.16 કરોડ રોકડા, 7.37 કરોડની કિંમતનો 1.94 લાખ લીટર દારૂ, 11.44 કરોડની કિંમતનું 18.48 કિલો સોનું અને ચાંદી, 14 લાખની કિંમતનું 52.26 કિલોગ્રામ ચરસ અને ગાંજો તેમજ મોટરકાર, મોટરસાયકલ, સિગારેટ, લાઈટર તેમજ અખાદ્ય ગોળ સહિતની 22.50 કરોડની અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.


આ સમયે દારૂ કે નશાકારક પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

આ સમયે દારૂ કે નશાકારક પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

સમગ્ર રાજ્યમાં 7 મે મતદાનના દિવસે અને 4 જૂન મત ગણતરીના દિવસે ડ્રાય ડે જાહેર કરવા ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ અને નશાબંધી-આબકારી નિયામકને જરૂરી સૂચનાઓ આપી દેવાય છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 135-સી હેઠળ મતદાન વિસ્તારમાં મતદાન પુરૂં થવાના નિર્ધારિત કલાક સાથે પુરા થતાં 48 કલાકના સમયગાળા દરમિયાન દારૂ કે નશાકારક પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.


રાજકીય પ્રચાર સબંધિત જાહેરાતો દૂર કરી દેવાય

રાજકીય પ્રચાર સબંધિત જાહેરાતો દૂર કરી દેવાય

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું અનિવાર્ય છે. એપીક કાર્ડ સિવાય ચૂંટણી પંચે અન્ય માન્ય કરેલા 12 દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાય છે. નવા ઓળખકાર્ડ માટે અરજી કરનારા મતદારોને સમયસર એપિક કાર્ડ મળી જાય તેની વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી મિલકતો પરથી ૧,૬૦,૭૧૮ અને ખાનગી મિલકતો પરથી ૫૮,૬૯૭ રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટરો, બેનર્સ તેમજ પ્રચાર સબંધિત જાહેરાતો દૂર કરી દેવાય છે. રાજ્યમાં આચાર સંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.


આચાર સંહિતા ભંગની ફરિયાદો મળી

આચાર સંહિતા ભંગની ફરિયાદો મળી

ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોના ઝડપી નિકાલ માટે ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં લોકસભાની ચૂંટણી સબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વિકારવામાં આવે છે. રાજ્યનો કોઈ નાગરિક કોઈપણ સ્થળે આચાર સંહિતા ભંગની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી સી-વીજીલ મોબાઈલ એપ્લિકેશન પર 588 ફરિયાદો મળી હતી, જેનો નિકાલ કરાયો છે. બીજી તરફ પોર્ટલ પર એપિકની 2459, મતદાર યાદીની 249, કાપલીની 49 અને અન્ય 780 મળીને કુલ 3537 ફરિયાદો મળી છે, જ્યારે હેલ્પલાઈન નંબર પર 23 રજૂઆતો પ્રાપ્ત થઈ છે. રાજકીય પક્ષોને લગતી ફરિયાદો પણ ચૂંટણી પંચ સમક્ષ આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top