મોસ્કોના શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ..'આટલા લોકોના મોત! 100થી વધુ ઘાયલ, મૃતકાં

મોસ્કોના શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ..'આટલા લોકોના મોત! 100થી વધુ ઘાયલ, મૃતકાંક વધવાની શક્યતા,જાણો

03/23/2024 World

SidhiKhabar

SidhiKhabar

મોસ્કોના શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ..'આટલા લોકોના મોત! 100થી વધુ ઘાયલ, મૃતકાં

Russia Attack : રશિયા પર એક ભયાનક હુમલો થયો. ઇસ્લામિક સ્ટેટ (IS)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એક નિવેદનમાં મોસ્કોમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠને તેની અમુક ન્યૂઝ એજન્સી પર નિવેદન પોસ્ટ કરીને હુમલાની સંપૂર્ણ જવાબદારી લીધી છે.

રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં તેમાં આતંકી જૂથે જણાવ્યું હતું કે તેણે રશિયન રાજધાની મોસ્કોની બહાર આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ ટોળાને નિશાન બનાવી હુમલો કર્યો હતો, જેમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.


ISISએ લીધી હુમલાની જવાબદારી

ISISએ લીધી હુમલાની જવાબદારી

હુમલા બાદ વિશેષ પોલીસ દળે મોર્ચો સંભાળી લીધો છે. હુમલાની જવાબદારી ISISએ લીધી છે. સમાચાર એજન્સી ધ એસોસિએેડના રિપોર્ટ અનુસાર, રશિયન રાજધાનીના ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું છે. બાદમાં વિસ્ફોટના અવાજ પણ સંભળાયા અને કૉન્સર્ટ હોલમાં આગ પણ લાગી હતી. હુમલાખોરો કૉન્સર્ટ હૉલમાં હાજર હતા. રશિયાની ઉચ્ચ તપાસ એજન્સી મૉસ્કો કૉન્સર્ટ હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.


ઘટના સમયે 6200 જેટલા લોકો હતા હાજર

ઘટના સમયે 6200 જેટલા લોકો હતા હાજર

જ્યારે હુમલો થયો ત્યારે ક્રોકસ સિટી હોલમાં સોવિયેત યુગના પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ ‘પિકનિક’નું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. આ મ્યુઝિક કોન્સર્ટમાં 6200 લોકો હાજર રહ્યા હતા. 60થી વધુ લોકોના મોત થયા છે. તો 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાનો યુનિફોર્મ પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતુ.રશિયન અધિકારીઓએ કહ્યું કે અમે આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ.

આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે વ્લાદિમીર પુતિને તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત પાંચમી મુદત સંભાળવા જઈ રહ્યા છે. બીજી તરફ રશિયા છેલ્લા બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે.


PM મોદીએ હુમલાની નિંદા કરી

PM મોદીએ હુમલાની નિંદા કરી

PM મોદીએ કહ્યું કે, મોસ્કોમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત દુખની આ ઘડીમાં રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે.

રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ ઘટનાની નિંદા કરી કહ્યું કે, ઈન્ટરનેશનલ સમુદાયે આ જઘન્ય અપરાઘની નિંદા કરવી જોઈએ. મૉસ્કોના મેયરે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top