આ દેશના હજારો લોકોએ રાજાશાહી પાછી લાવી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા રસ્તા પર ઉતરી કર્યા દેખાવો,

આ દેશના હજારો લોકોએ રાજાશાહી પાછી લાવી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા રસ્તા પર ઉતરી કર્યા દેખાવો, હિંસક અથડામણમાં..., જાણો સમગ્ર મામલો

04/10/2024 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશના હજારો લોકોએ રાજાશાહી પાછી લાવી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા રસ્તા પર ઉતરી કર્યા દેખાવો,

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં હજારો લોકો રાજાશાહી પાછી લાવવા અને દેશને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે રસ્તા પર ઉતારી આવ્યા છે. પ્રદર્શન દરમિયાન લોકો પ્રતિબંધિત ઝોનમાં પ્રવેશતાની મામલો હિંસક બની ગયો હતો. આ દરમિયાનમાં પોલીસ સાથે તેમની અથડામણ થઈ હતી. અને પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ અને વોટર કેનનનો પ્રયોગ કર્યો હતો. જેમાં ડઝનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. સંભવિત તણાવ અને હિંસાને ધ્યાનમાં રાખીને, નેપાળ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સશસ્ત્ર પોલીસ દળ (APF) સહિત લગભગ 7 હજાર પોલીસ કર્મચારીઓને વિરોધ સ્થળ અને તેની આસપાસ તૈનાત કરવામાં આવ્યા હતા.


નેપાળમાં રાજાશાહીનુ સમર્થન કરનાર મોટો વર્ગ

નેપાળમાં રાજાશાહીનુ સમર્થન કરનાર મોટો વર્ગ

નેપાળમાં 2008માં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રને સત્તા પરથી હટાવતાની સાથે જ રાજાશાહીનો અંત આવ્યો હતો. જો કે રાજાશાહીનુ સમર્થન કરનાર મોટો વર્ગ નેપાળમાં આજે પણ છે. નેપાળના લોકોએ રાજાશાહી લાગુ કરવાની અને દેશને હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો પાછા આપવાની માંગ સાથે એક રેલી કાઢી હતી અને પીએમ ઓફિસ સુધી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ રેલી કાઢવાનુ એલાન રાજા જ્ઞાનેન્દ્રની સમર્થક મનાતી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી અથવા નેશનલ ડેમોક્રેટિક પાર્ટી તરીકે ઓળખાતા પક્ષ દ્વારા કરવામાં આવ્યુ હતુ. દેખાવકારોએ રાજાશાહી વાપસ લાઓ...લોકશાહી ખતમ કરો...ના નારા લગાવ્યા હતા. લોકોએ કહ્યુ હતુ કે, અમે અમારા રાજાને અમારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરીએ છે.


નેપાળમાં અત્યાર સુધી 13 સરકારો બની ચુકી છે

નેપાળમાં અત્યાર સુધી 13 સરકારો બની ચુકી છે

લોકોએ નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ પણ કરી હતી. 2007માં નેપાળના બંધારણમાં સંશોધન કરીને તેને સેક્યુલર દેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તે સમયે રાજા જ્ઞાનેન્દ્ર સામે પણ ભારે વિરોધ થયો હતો અને તેના કારણે તેમને સત્તા છોડવી પડી હતી. બે વર્ષ બાદ સંસદે રાજાશાહી ખતમ કરવા માટે મતદાન કર્યુ હતુ. એ પછી રાજા જ્ઞાનેન્દ્ર સામાન્ય માણસની જેમ જ જીવન વીતાવી રહ્યા છે. રાજાશાહીનુ સમર્થન કરનારા લોકો દેશની રાજકીય પાર્ટીઓ પર નિષ્ફળ શાસન અને ભ્રષ્ટાચારના આરોપ મુકી રહ્યા છે. તેમનુ  કહેવુ છે કે, લોકો રાજકારણીઓથી ખુશ નથી. રાજાશાહી ખતમ થયા બાદ નેપાળમાં 13 સરકારો બની ચુકી છે પણ આ સરકારો ભારત અને ચીન વચ્ચે ફસાયેલી રહે છે અને કોઈ કામ કરતી નથી.


નેપાળના વડા પ્રધાનને 40-પોઇન્ટનો માંગ પત્ર સુપરત કર્યો હતો

નેપાળના વડા પ્રધાનને 40-પોઇન્ટનો માંગ પત્ર સુપરત કર્યો હતો

નેપાળમાં તાજેતરમાં પીએમ પુષ્પ કમલ દહલ પ્રંચડે નેપાળી કોંગ્રેસ સાથે જોડાણ તોડીને હવે કેપી શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ સાથે મળીને સરકાર બનાવી છે. જેનો ઝુકાવ ચીન તરફ છે. રાજાશાહી નાબૂદ થયાના 18 વર્ષની અંદર, જમણેરી પાંખ ફરી હરકતમાં આવી ગઈ છે, તેની પુનઃસ્થાપનાની માંગ કરી રહી છે.

રાજાશાહીને કારણે નેપાળની આર્થિક પ્રગતિ પછાત રહેવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ખૂબ આગળ આવીને, પણ અપેક્ષા મુજબ નેપાળની કોઈ સમૃદ્ધિ જોઈ શકાતી નથી. આ કારણે નેપાળને બંધારણીય રાજાશાહીની જરૂર છે, નેપાળ ફરી એકવાર હિન્દુ સામ્રાજ્ય હોવું જોઈએ, તેથી જ અમે અહીં ભેગા થયા છીએ. ઉપરાંત, અમે એક મહિના પહેલા નેપાળના વડા પ્રધાનને 40-પોઇન્ટનો માંગ પત્ર સુપરત કર્યો હતો, પરંતુ તે સાંભળવામાં આવ્યું નથી, તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું નથી, યુવા સમર્થક કલ્યાણ બિક્રમ આચાર્યએ જણાવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top