વડોદરા લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર, સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી..!જાણો શું છે

વડોદરા લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર, સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી..!જાણો શું છે કારણ?

03/23/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વડોદરા લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર, સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી..!જાણો શું છે

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે , વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાજકારણ ગરમાઈ ગયું છે.


પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો

પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો

સંસ્કારી નગરી વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે. મહત્વનું છે કે, સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી છે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.



રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા

રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા

આ તરફ વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા. આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાની ના પાડી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પોસ્ટ મૂકીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top