પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજી ફરી એક વાર થયા ઈજાગ્રસ્ત! હેલિકોપ્ટર પર ચઢતા સમયે..'જુઓ વિડિઓ

પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજી ફરી એક વાર થયા ઈજાગ્રસ્ત! હેલિકોપ્ટર પર ચઢતા સમયે..'જુઓ વિડિઓ

04/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજી ફરી એક વાર થયા ઈજાગ્રસ્ત! હેલિકોપ્ટર પર ચઢતા સમયે..'જુઓ વિડિઓ

Lok Sabha Elections 2024: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ફરી એકવાર ઘાયલ થયા છે. દુર્ગાપુરમાં હેલિકોપ્ટરમાં ચઢતી વખતે તેમને ઈજા પહોંચી છે. તેઓ દુર્ગાપુરથી આસનસોલ જઈ રહ્યા હતા.ત્યા તૃણમૂલ ઉમેદવાર શત્રુઘ્ન સિંહાના સમર્થનમાં એક રેલીને સંબોધવાના હતા.


હેલિકોપ્ટરની અંદર બેસવા જઈ રહ્યા હતા ને

હેલિકોપ્ટરની અંદર બેસવા જઈ રહ્યા હતા ને

દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. ઉપર ચઢવા માટે તેની બહાર સીડીઓ લગાવવામાં આવી હતી, અને હેલિકોપ્ટરની અંદર બેસવા માટે તેમને ચડવું પડતું હતું. મમતા આ સીડી પર ચડીને હેલિકોપ્ટરમાં ચઢવા જઈ રહી હતી, પરંતુ તે સમયે તેનો પગ હેલિકોપ્ટરના ગેટ પર લપસી ગયો અને તે તેની અંદર પડી ગઈ. સીએમના સુરક્ષાકર્મીઓએ તેમને તરત જ ઉપાડી લીધા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. આ જ કારણ હતું કે તેણે આસનસોલ સુધીનો પ્રવાસ પૂરો કર્યો.



અગાઉ પણ ઈજાગ્રસ્ત થયા હતા

2021માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને નંદીગ્રામમાં કેટલાક લોકોએ ધક્કો માર્યો હતો, જેના કારણે તેમને પગમાં ઈજા થઈ હતી. તેણે રેયાપરામાં મંદિરની બહાર બનેલી આ ઘટનાને કાવતરાના ભાગરૂપે ગણાવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top