03/19/2024
શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. અને હજુ પણ ઘટાડો યથાવત રહી શકે છે. BSE સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો ઘટનો ઘટાડો નોંધાયો હતો, તો NSE નિફ્ટીમાં પણ લગભગ 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ મંગળવારે 238.25 પોઈન્ટ ઘટીને 21,817.45 પોઈન્ટ પર બંધ થયો હતો. અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 736.37 પોઈન્ટ ઘટીને 72,012.05 પર બંધ થયો હતો. દિવસભર ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 21,978.30 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો અને સેન્સેક્સ 72,490.09 પોઈન્ટની ઊંચી સપાટીને સ્પર્શીને નીચે આવ્યો હતો.