અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હજારો વિદ્યાર્થીઓને થશે લ

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હજારો વિદ્યાર્થીઓને થશે લાભ જાણો કઇ રીતે !

08/09/2023 Education

SidhiKhabar

SidhiKhabar

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય  હજારો વિદ્યાર્થીઓને થશે લ

ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટી (FRC)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી રૂ.6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં ફી રૂ.6 લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવું આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે.


સરકારના નિર્ણયથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓને થશે લાભ

સરકારના નિર્ણયથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓને થશે લાભ

ચૂકવવામાં કેન્દ્ર સરકારની વર્ષ 2010થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમલી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વાલીની આવકમર્યાદાને ધ્યાને લઇ રૂ.2.50 લાખની શિષ્યવૃત્તિની રકમની કોઈ ટોચ મર્યાદા (સિલીંગ લિમીટ) ધ્યાને લીધા સિવાય ફીની રકમ શિષ્યવૃત્તિ તરીકે ચુકવવામાં આવતી હતી. તે ઉપરાંત કેન્દ્ર સરકારની તા.01/04/2022થી અમલીકૃત ગાઇડલાઈનથી માન્યતા પ્રાપ્ત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમ.બી.બી.એસ./એમ.એસ./એમ.ડી.ના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.6 લાખ તથા એન્જિનિયરીંગના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.2.50 લાખ તેમજ અન્ય અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.1 લાખની રકમની ટોચ મર્યાદામાં (સિલીંગ લિમીટ) શિષ્યવૃત્તિની ચૂકવણી કરવાની જોગવાઈ દાખલ કરેલ છે.


રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

કેન્દ્ર સરકારની ઉપરોક્ત નવીન ગાઈડલાઈનમાં સૂચવેલ ટોચ મર્યાદા(સિલીંગ લિમીટ)થી વધુ રકમની શિષ્યવૃત્તિની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિની રકમનું ચૂકવણું કરવા માટે થયેલી નવી જોગવાઇઓ મુજબ હવે, અગાઉના શૈક્ષણિક વર્ષમાં એડમિશન લીધુ હોય અને શિષ્યવૃત્તિ આપવામાં આવી હોય તેઓને ચાલુ વર્ષે તેમજ હવે પછીના વર્ષોમાં શિષ્યવૃત્તિ મંજુર થયા પ્રમાણે આપવાની રહેશે.


FRCએ નક્કી કરેલી ફી મુજબ અપાશે શિષ્યવૃત્તિ

FRCએ નક્કી કરેલી ફી મુજબ અપાશે શિષ્યવૃત્તિ

તે ઉપરાંત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધું હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટી (FRC)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલ રૂ.6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવાની રહેશે. પરંતુ જે અભ્યાસક્રમોમાં ફી રૂ.6 લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર તરફથી આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top