સાવધાન! પક્ષીઓ દ્વારા ફેલાતી આ બીમારીએ આટલા દેશોમાં મચાવ્યો છે હડકંપ! શું એ ભારતમાં પણ...?! WH

સાવધાન! પક્ષીઓ દ્વારા ફેલાતી આ બીમારીએ આટલા દેશોમાં મચાવ્યો છે હડકંપ! શું એ ભારતમાં પણ...?! WHOએ આપી ચેતવણી

03/09/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

સાવધાન! પક્ષીઓ દ્વારા ફેલાતી આ બીમારીએ આટલા દેશોમાં મચાવ્યો છે હડકંપ! શું એ ભારતમાં પણ...?! WH

યૂરોપમાં હાલમાં 'પેરોટ ફીવર' નામની બિમારીના કહેરથી ઘણા લોકો ભયના ઓથારમાં છે. આ બિમારીથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે, જ્યારે 90થી વધુ લોકો સંક્રમિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે WHO એ પણ આ અંગે ચેતાવણી જાહેર કરી છે.


જાણો શું છે પેરોટ ફીવર'

હાલમાં, એક ખતરનાક રોગ ફેલાઈ રહ્યો છે, જે 'પેરોટ ફીવર'  તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે, જે મુખ્યત્વે પોપટ અને અન્ય પક્ષીઓમાં જોવા મળે છે, તેથી આ રોગને પેરોટ ફીવર પણ કહેવામાં આવે છે. પરંતુ તે મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે. આ રોગ  'ક્લેમીડિયા સાઇટેસી' નામના બેક્ટેરિયાથી થાય છે, જે અસલમાં પોપટને ચેપ લગાડે છે. પરંતુ આ બેક્ટેરિયા મનુષ્યને પણ ચેપ લગાવી શકે છે અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે.


જાણો કેવી રીતે ફેલાય છે 'પેરોટ ફીવર' રોગ

જાણો કેવી રીતે ફેલાય છે 'પેરોટ ફીવર' રોગ

સંક્રમિત પોપટમાંથી નિકળનાર શ્વાસ, મળ અથવા પીછાની ધૂળમાં આ બેક્ટેરિયા હોય હોય છે. માણસને શ્વાસમાં લેવાથી પણ ચેપ લાગી શકે છે. પોપટ પાળનારાઓ, મરઘાં પાળનારાઓ, પશુચિકિત્સકો અને બગીચાઓમાં કામ કરતા લોકોને આ રોગનું જોખમ વધુ હોય છે. પેરોટ ફીવર'થી ડેનમાર્કમાં ચાર અને નેધરલેંડમાં એક માણસનું મોત થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુસાર, ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વીડનમાં ડઝનો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


'પેરોટ ફીવર' ના શું છે લક્ષણ

'પેરોટ ફીવર' ના શું છે લક્ષણ

જો કોઈ વ્યક્તિને 'પેરોટ ફીવર'નો ચેપ લાગે તો તેને તાવ, માથાનો દુખાવો, ઠંડી લાગવી, સ્નાયુઓમાં દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી, ઝાડા કે પેટમાં દુખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જો કે લોકોમાં 'પેરોટ ફીવર' ના લક્ષણ ખૂબ અલગ હોઇ શકે છે, સમય રહેતાં આ બિમારીનું ધ્યાન રાખવામાં નહી આવે તો માયોકાર્ડિટિસ, અથવા હાર્ટમાં સોજા જેવી ગંભીર બિમારીઓ થઇ શકે છે.


'પેરોટ ફીવર' થી બચાવ

પક્ષીઓના ઘરમાં પાલનથી બચો. જો ઘરમાં છો તેમને પોતાનાથી દૂર રાખો. તેમને પીંજરામાં રાખો. પીંજરાને વારંવાર સાફ કરો. જેથી પક્ષીનું મળ સુકાઇ જાય નહી અને હવામાં ન ઉડે. વિદેશોથી જો તમે હાલમાં પોપટ ખરીદવાનું ટાળો. પાલતૂ જાનવરોને ભીડભાડવાળી જગ્યા પર રાખવાનું ટાળો. જો કેટલાક લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top