VIDEO: અનંત અંબાણીના પ્રી વેડિંગના ત્રીજા દિવસના આકર્ષણનું કેન્દ્ર રહ્યા તેમની માતા નીતા અંબાની

VIDEO: અનંત અંબાણીના પ્રી વેડિંગના ત્રીજા દિવસના આકર્ષણનું કેન્દ્ર રહ્યા તેમની માતા નીતા અંબાની, જાણો કેમ?

03/04/2024 Videos

SidhiKhabar

SidhiKhabar

VIDEO: અનંત અંબાણીના પ્રી વેડિંગના ત્રીજા દિવસના આકર્ષણનું કેન્દ્ર રહ્યા તેમની માતા નીતા અંબાની

ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંતની પ્રી-વેડિંગ સેરેમની જે ગુજરાતના જામનગર ખાતે યોજાઈ હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા આ પ્રી વેડિંગના કાર્યક્રમમાં દેશ-વિદેશના દિગ્ગજો મહેમાન બની હાજરી આપવા આવ્યા હતા. ત્યારે ભવ્યાતિ ભવ્ય રીતે સંપન્ન થયેલ આ પ્રી વેડિંગ ચારે તરફ ચર્ચામાં છે.


નીતા અંબાણીનું ડાન્સ પરફોર્મન્સ

નીતા અંબાણીનું ડાન્સ પરફોર્મન્સ

આ ફંકશન માટે પ્રથમ વખત વિદેશી મહેમાનો ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં જામનગર પહોંચ્યા હતા. જેમના માટે રહેવાથી લઈને જમવા સુધીની ભવ્ય વ્યવસ્થાઓ અંબાણી  પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રી વેડિંગ ફંક્શનના ત્રીજા દિવસે સૌથી ખાસ આકર્ષણ કેન્દ્ર નીતા અંબાણીનું ડાન્સ પરફોર્મન્સ રહ્યું હતું. તેમના પરંપરાગત ડાન્સે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ડાન્સનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


અંબામાની સ્તુતિ પર પરંપરાગત ઈન્ડિયન ક્લાસિક ડાન્સ રજૂ કર્યો

 “યા દેવી સર્વભૂતેષુ વિદ્યા-રૂપેણા સંસ્થિતા, નમસ્તેય નમસ્તેય નમસ્તેય નમો નમઃ." નીતા અંબાણીના નૃત્યની શરૂઆત આ મંત્રથી થઈ હતી. આ પછી તેમણે “વિશ્વંભરી અખિલ વિશ્વ” અંબામાની સ્તુતિ પર પરંપરાગત ઈન્ડિયન ક્લાસિક ડાન્સ રજૂ કર્યો હતો.



આ સમારોહના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. પરંતુ નીતા અંબાણીના આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ વીડિયોને થોડાં કલાકોમાં જ લાખો લોકો જોઈ ચૂક્યા છે.


સિંગર દિલજીતનો નીતા અંબાણીએ ગુજરાતીનો ક્લાસ લીધો

સિંગર દિલજીતનો નીતા અંબાણીએ ગુજરાતીનો ક્લાસ લીધો

અંબાની પરિવારના પ્રી વેડિંગ ફંકશનના ત્રીજા દિવસે સિંગર દિલજીત દોસાંજએ પોતાના ગીતોથી કાર્યક્રમનો રંગ જમાવ્યો હતો. દિલજીત દોસાંજના ગીતોએ સમારોહમાં ધૂમ મચાવી દીધી હતી. આ ઉપરાંત દિલજીત દોસાંઝે કરીના કપૂર, સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર સાથે પણ ડાન્સ કર્યો હતો.

દરમિયાન સિંગર દિલજીત દોસાંજનો નીતા અંબાણીએ ગુજરાતી ભાષાનો તેનો ક્લાસ લીધો હતો. નીતા અંબાણીએ ગાયક દિલજીત દોસાંજને ‘કેમ છો’ પૂછ્યું હતું, જેના જવાબમાં દિલજીતે ‘માજા મા’ કહ્યું હતું, પછી નીતા અંબાણીએ બીજો પ્રશ્ન પૂછ્યો હતો.



પંજાબી સિંગર દિલજીત દોસાંજને આ સવાલ સમજાયો ન હતો. ત્યારે નીતા અંબાણીએ ફરી હિન્દીમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, તમે ક્યાં રહો છો? ત્યારે દિલજીતે કહ્યું હતું કે, લોકોના દિલમાં… તેમના આ જવાબ પર જોરથી તાળીઓ પડી રહી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top