VIDEO: દીકરાના પ્રી વેડિંગ માટે જામનગર શહેર જ શા માટે પસંદ કર્યું? નીતા અંબાણીએ વિડીઓના માધ્યમથ

VIDEO: દીકરાના પ્રી વેડિંગ માટે જામનગર શહેર જ શા માટે પસંદ કર્યું? નીતા અંબાણીએ વિડીઓના માધ્યમથી જણાવ્યું, જુઓ વિડીઓ

03/01/2024 Videos

SidhiKhabar

SidhiKhabar

VIDEO: દીકરાના પ્રી વેડિંગ માટે જામનગર શહેર જ શા માટે પસંદ કર્યું? નીતા અંબાણીએ વિડીઓના માધ્યમથ

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં ચાલી રહ્યું છે. સમગ્ર દુનિયાની નજર હાલ જામનગર પર છે. કારણ કે મનોરંજન, ઉદ્યોગ જગતની ધૂરંધર હસ્તીઓ જામનગરની મહેમાન બની છે. રિલાયન્સ ટાઉનશીપના જોગવાડ ગામમાં સમગ્ર અંબાણી પરિવાર ભેગુ થયું છે. પ્રી વેડિંગમાં પણ એક લગ્ન જેવો જલસો જોવા મળી રહ્યો છે. 


જામનગરમાં દેશ દુનિયાની મશહૂર હસ્તીઓનો જમાવડો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જો કે, 12 જુલાઈના રોજ થવાના છે. પરંતુ 1 માર્ચથી લઈને 3 માર્ચ સુધી જામનગરમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલશે. આ માટે જામનગરમાં દેશ દુનિયાની મશહૂર હસ્તીઓનો જમાવડો થયો છે. બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સિંગર રિહાના પણ જામનગરમાં છે. ત્યારે બધાને એવો પ્રશ્ન પણ હોઈ શકે છે કે, આખરે અંબાણી પરિવારે જામનગરની જ પસંદગી કેમ કરી?


પ્રી વેડિંગની તૈયારીઓની ઝલક જોવા મળી

અનંત અને રાધિકાની પ્રી વેડિંગની તૈયારીઓ વચ્ચે અંબાણી પરિવાર દ્વારા એક વીડિયો જાહેર કરાયો છે, જેમાં નીતા અંબાણી જોવા મળી રહ્યા છે. ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિની થીમ પર ચાલી રહેલા પ્રી વેડિંગની તૈયારીઓની ઝલક જોવા મળી રહી છે. જેમાં પુત્રના પ્રી વેડિંગ માટે ગુજરાતના જામનગરની પસંદગી કેમ કરાઈ તે અંગે નીતા અંબાણી જણાવી રહ્યા છે. 



નીતા અંબાણી કહે છે કે, તેમને ભારતીય સંસ્કૃતિ પર અનન્ય પ્રેમ છે. તેઓ પોતાના પરિવારના મૂળિયા સાથે જોડાવવા માંગે છે. બિઝનેસના કારણે મુંબઈમાં રહેવાને લીધે કેટલીક ચીજો જે પાછળ છૂટી ગઈ હતી, તેને તેઓ ફરીથી જીવંત કરીને સમગ્ર દુનિયાને તેનાથી વાકેફ કરાવવા માંગે છે. 


સમગ્ર અંબાણી પરિવારનો ગાઢ નાતો

સમગ્ર અંબાણી પરિવારનો ગાઢ નાતો

નીતા અંબાણી કહે છે કે, ભારતીય સંસ્કૃતિ અને કળા મને ખુબ પ્રેરિત કરે છે. ગુજરાતના જામનગર સાથે તો સમગ્ર અંબાણી પરિવારનો ગાઢ નાતો છે. અનંતના દાદી જામનગરમાં જન્મ્યા હતા. તેમના દાદા ધીરુભાઈ અંબાણીએ જામનગરમાં જ બિઝનેસ શરૂ કર્યો હતો. અનંતના પિતા મુકેશ અંબાણીએ જામનગરમાં જ પરિવારનો કારોબાર સંભાળ્યો અને બિઝનેસની આંટીઘૂંટી શીખી. આકાશ, ઈશા અને અનંત ત્રણેયનું બાળપણ જામનગરમાં જ વીત્યું. તેથી ત્રણેયને તેમના જૂના મૂળિયા સાથે જોડી રાખવા માટે ગુજરાતી કલ્ચર અને પરંપરાગત રીતિ રિવાજો સાથે અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ જામનગરમાં કરવાનો પ્લાન ઘડાયો. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top