ડોક્ટરોએ કરી કમાલથી બંને હાથ ગુમાવી ચુકેલા વ્યક્તિને મળ્યું નવજીવન, કેવી રીતે થયું આ? જાણો

ડોક્ટરોએ કરી કમાલથી બંને હાથ ગુમાવી ચુકેલા વ્યક્તિને મળ્યું નવજીવન, કેવી રીતે થયું આ? જાણો

03/07/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ડોક્ટરોએ કરી કમાલથી બંને હાથ ગુમાવી ચુકેલા વ્યક્તિને મળ્યું નવજીવન, કેવી રીતે થયું આ? જાણો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં ડોક્ટરોના ચમત્કારથી એક વ્યક્તિને નવુ જીવન મળી ગયુ છે. ટ્રેન દુર્ઘટનામાં બંને હાથ ગુમાવનાર વ્યક્તિને ફરીથી બંને હાથ મળી ગયા છે. હાથ ટ્રાન્સપ્લાન્ટ થઈ જવા પર લગભગ છ અઠવાડિયા હોસ્પિટલમાં પસાર કર્યા બાદ વ્યક્તિને ગુરૂવારે હોસ્પિટલથી રજા મળી જશે. 


રેલ્વે ટ્રેક પસાર કરતી વખતે થયેલા અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા

રેલ્વે ટ્રેક પસાર કરતી વખતે થયેલા અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા

દિલ્હીના નાંગલોઈના રહેવાસી રાજકુમાર વ્યવસાયે પેઈન્ટર છે. તેઓ પોતાની સાઈકલ પર પોતાના ઘરની પાસે રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા. આ દરમિયાન તે ટ્રેક પર પડી ગયા અને ટ્રેનની નીચે આવી ગયા. આ ઘટનામાં તેમના બંને હાથ જતા રહ્યા હતા. જે બાદ રાજ કુમાર પોતાની દરરોજની પ્રવૃતિઓ માટે બીજા પર નિર્ભર થઈ ગયા. પરિવારની પરિસ્થિતિ દરરોજ ખરાબ થતી ગઈ.

ડોક્ટરના જણાવ્યાનુસાર એકમાત્ર વિકલ્પ હતો જે પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કે હાથ ટ્રાન્સપ્લાન્ટ હતો. તેની પર પેઈન્ટર રાજકુમારે પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધુ. પરંતુ તેનો પ્રોસ્થેટિક ટ્રાયલ અસફળ રહી. જે બાદ તેમની પાસે ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર વિકલ્પ બચ્યો. 


જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં રાજકુમાર માટે એક આશાની કિરણ જાગી

જો કે, તે સમયે ઉત્તર ભારતના કોઈ પણ હોસ્પિટલમાં હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાની પરવાનગી નહોતી. એક સીનિયર ડોક્ટરે કહ્યુ કે, અમે લોકો હાથ ટ્રાન્સપ્લાન્ટ માટે કેન્ડિડેટની શોધ કરી રહ્યા હતા. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં રાજકુમાર માટે એક આશાની કિરણ જાગી. જ્યારે દિલ્હીના એક સ્કુલના રિટાયર્ડ વાઈસ પ્રિન્સિપાલના પરિવારના સભ્યોએ તેમના મૃત્યુ બાદ તેમનું અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.



જે બાદ ડોક્ટરોએ સર્જરી કરીને 19 જાન્યુઆરીએ રિટાયર્ડ વાઈસ પ્રિન્સિપાલના હાથોને રાજકુમારના હાથોમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા. ડોક્ટરોના આ કરિશ્માથી પેઈન્ટર રાજકુમારને ફરીથી એક નવુ જીવન મળી ગયુ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top